ક્યારેય તમે કુતરા ને બ્લડ ડોનટ કરતા જોયા છે, મોડાસા માં કુતરા પાસે થી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું જાણો આ ચોંકાવનારો કિસ્સો

માણસો માટે બ્લડ બેંક હોવી સામાન્ય વાત છે. પરંતુ શું તમે ક્યારેય જાનવરો માટેની બ્લડ બેંક વિશે સાંભળ્યુ છે. જી હાં દુનિયામાં એવા ઘણા દેશો છે. જ્યાં “પેટ્સ બ્લડ બેંક” બનાવવામાં આવ્યા છે. આ બ્લડ બેંકોમાં સૌથી વધારે કુતરા અને બિલાડીઓનું લોહી છે. કારણકે આ એવાં જાનવરો છે જેને લોકો સૌથી વધારે પાળે છે. જ્યારે કોઈ કુતરો કે બિલાડી બિમાર અથવા તો ઘાયલ થઈ જાય છે તો તેને લોહીની જરૂર પડે છે. તે સમયે આ બ્લડ બેંક જ કામમાં આવે છે.
તમને જાણીને આશ્વર્ય થશે કે કુતરા અને બિલાડીઓમાં પણ માણસોની જેમ અલગ અલગ બ્લડ ગ્રુપ હોય છે. જેમાં કુતરાઓમાં 12 પ્રકારનાં બ્લડ ગ્રુપ હોય છે જ્યારે બિલાડીઓમાં ત્રણ પ્રકારનાં બ્લડ ગ્રુપ હોય છે.
ઉત્તર અમેરિકામાં સ્થિત “પશુ ચિકિત્સા બ્લડ બેંક”ના પ્રભારી ડૉક્ટર કેસી મિલ્સ મુજબ, કેલિફોર્નિયાનાં ડિક્સન અને ગાર્ડન ગ્રોવ શહેરો સિવાય મિશિગનનાં સ્ટૉકબ્રિઝ, વર્જીનિયા, બ્રિસ્ટો અને મેરીલેન્ડના અન્નાપોલિસ શહેર સહિત ઉત્તર અમેરિકાનાં ઘણા શહેરોમાં પશુ બ્લડ બેંક છે. અહીંયા લોકો દર થોડા સમયે પોતાના પાલતુ જાનવરોને લઈ જઈને રક્તદાન કરાવે છે.
ડૉક્ટર મિલ્સે જણાવ્યુ હતુકે, પશુઓનાં રક્તદાનની પ્રક્રિયામાં લગભગ અડધા કલાકનો સમય થાય છે. અને સૌથી વધારે ખાસ વાત એછેકે, તેમને એનેસ્થેસિયા આપવાની પણ જરૂર પડતી નથી
જોકે, જે જગ્યાઓમાં પશુ બ્લડ બેંક નથી. ત્યાં લોકોને જાગૃત કરવા માટે રક્ત અને પ્લાઝમા દાન કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, બ્રિટન અને અમેરિકામાં લોકો પશુઓનાં રક્તદાન પ્રત્યે જાગૃત છે, જ્યારે બાકીની જગ્યાઓ પર પશુઓનાં રક્તદાન પ્રત્યે હજી જાગૃતતા ફેલાવવાની જરૂર છે.