કચ્છ ના મહારાજા લઇ આવ્યા ગુજરાત ની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, 450 કિલોમીટર ચાલે છે એક વાર ચાર્જ થી, કિંમત છે 1 કરોડ રૂપિયા

કચ્છ ના મહારાજા લઇ આવ્યા ગુજરાત ની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, 450 કિલોમીટર ચાલે છે એક વાર ચાર્જ થી, કિંમત છે 1  કરોડ રૂપિયા

નમસ્કાર મિત્રો, આ લેખ માં આપણું સ્વાગત છે ભારતમાં ચોથી અને ગુજરાતમાં પ્રથમ એક કરોડ ની ઇલેકટ્રીક કાર આવી પહોંચી છે. ગુજરાત કચ્છમાં એક કરોડની ઇલેકટ્રીક કારનું કચ્છી નવા વર્ષના દિવસે આગમન થયું છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણની રક્ષા માટે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કરારના બદલે એક કરોડની ઇલેકટ્રીક કાર બનાવડાવી હતી.

હાલના સમયમાં ખુબ પ્રદુષણ થઇ રહ્યું છે જેના કારણે પર્યાવરણને ખુબ નુકશાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી હયાત હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલ ની કારથી થતા પ્રદુષણન લઈને ખુબ ચિંતીતી હતા.ભારતમાં ઈલેક્ટ્રોનિક કારની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે ત્યારે ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઈલેક્ટ્રોનિક્સ કાર કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાઓેએ કાર મંગાવી છે.

મહત્વની વાત એ છે કે, કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારના બહુ જ શોખીન હતાં અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ કાર મંગાવી છે. તે માટે તેમણે જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝની કંપનીને ઇલેકટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. અને એ કાર કચ્છી નવા નવા વર્ષના દિવસે ભુજના રણજિત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી

આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે, તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે. અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર પણ છે આ કારનો પીકપ પાવર 785 hp છે. ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે.ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઈન્ટેરિયર લાઈટિંગ સેટ કરવામાં આવી છે. આ કાર સંપૂર્ણ ઓટોમેટિક છે.

રાજાશાહીના સમયથી mercedes benz રાજાઓની પ્રથમ પસંદગી

Mercedes Benzની આ EQC 400 electric car ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ Mercedes Benz જેવી luxurious car brand રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.

જાણો શું કહ્યું મહારાવના ઓટોમોબાઇલ ઇન્ચાર્જએ?

મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા. ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક છે, અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક ફિચર્સ પણ છે. મહારાવના વારસદાર મયુરધ્વજ સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મહારાવ વિન્ટેજ કાર અને પર્યાવરણ પ્રેમ એ બને તેમના શોખ હતા. નાનપણથી હું જોતો આવ્યો છું.

તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસ પાવર સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફીચર અંગે જણાવતા હતા. મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક સ્ટેટમેન્ટ પૂરું પાડ્યું છે. પર્યાવરણને જાળવવા આપણી પરિવર્તન લાવવું પડશે.

Mercedes Benz EQC 400 એ mercedes ની સર્વપ્રથમ ફુલ્લી ઓટોમેટીક ઇલેક્ટ્રીક કાર છે. અને તેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજ નુ ફિચર પણ છે. જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલ વ્યક્તિ ને પર્સનલી આપી શકાય છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *