ક્રિપ્ટોકરન્સી, જેણે રોકાણકારોને હજાર ગણાથી પણ વધારે વળતર આપ્યું

ક્રિપ્ટોકરન્સી, જેણે રોકાણકારોને હજાર ગણાથી પણ વધારે વળતર આપ્યું

જ્યારે પણ આપણે ક્યાંક રૂપિયા રોકીએ છીએ ત્યારે આપણો પહેલો સવાલ એ હોય છે કે પાછાં કેટલાં મળશે? એટલે કે પૈસા રોક્યાં પછી સરવાળે આપણને કેટલું રીટર્ન મળશે એની પર જ બધાંની નજર હોય છે. વધારે રીટર્ન મેળવવાની ઘેલછામાં લોકો શેરબજાર કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. છતાં પણ આ બધાં પ્લેટફોર્મ લોકોને એક નિશ્ચિત સીમારેખાથી વધારે રીટર્ન નથી આપી શક્તા. આ બધાની વચ્ચે હમણાં થોડાં સમયથી આપણી વચ્ચે એક એવું પ્લેટફોર્મ અસ્તિત્ત્વમાં આવ્યું કે જેણે પોતાના રોકાણકારોને તેમણે રોકેલા પૈસા ડબલ કે ટ્રીપલ નહિ પણ હજારો ગણા કરીને પાછા આપ્યાં. આપણે વાત કરી રહ્યાં છીએ ક્રિપ્ટોકરન્સીની. જે વ્યક્તિએ વર્ષ ૨૦૧૧માં ૧૦૦૦ રૂપિયાનું ક્રિપ્ટોકરન્સીમાં તેને વર્ષ ૨૦૨૧માં ૧૦ કરોડ રૂપિયાનું રીટર્ન મળ્યું હતું.

ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે એટલે દરેકના મોઢે એક જ નામ હોય, બિટકોઈન. એનું કારણ છે કે બિટકોઈન એવી પહેલી ક્રિપ્ટોકરન્સી હતી જેણે દુનિયાનો પોતાનો પરિચય આપ્યો. એ વખતે લોકો ક્રિપ્ટોકરન્સીને સીરિયસલી લેતાં નહોતાં. પણ જેમણે પણ આ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું એ આજે રંકમાંથી રાજા થઈને ફરે છે. એટલે કે જેણે પણ માત્ર થોડાં રૂપિયામાં બિટકોઈન ખરીદ્યા હતાં તેઓ આજે અબજોપતિ થઈ ગયાં છે.

શું છે ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટોકરન્સી એક ડિઝીટલ કરન્સી છે જે રોકડ કે ભૌતિક સ્વરૂપે હાજર નથી. તે બસ ગાણિતીક કોયડાઓ સ્વરૂપે કોમ્પ્યુટરની દુનિયામાં પડેલી છે. બિટકોઈનની સફળતાનું વધુ એક કારણ એ પણ છે કે તે નિશ્ચિત સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તેને ખરીદવાની પ્રોસેસને માઈનિંગ કહે છે. તેનું નિયમિત માઈનિંગ કરવાથી તેની સંખ્યા ઘટી રહી છે. તેમાં વધારો શક્ય નથી એટલે આજે તેની કિંમતો અકલ્પનીય રીતે આસમાને પહોંચી ગઈ છે.

ક્રિપ્ટોકરન્સી એ બ્લોક ચેઈન પદ્ધતિ ધરાવે છે. તેનું નિયમિતપણે માઈનિંગ થઈ શકે છે પણ તેને ક્યારેય હેક નથી કરી શકાતી. તેથી તેની સુરક્ષા અનેકગણી વધી જાય છે. બ્લોક ચેઈન ટેક્નોલોજીએ તેની વિશ્વસનિયતા અનેકગણી વધારી દીધી છે. તેનું સંચાલન કોઈ પણ સંસ્થા દ્વારા થતું નથી. આ વિશ્વાસથી ચાલતો ધંધો છે. અન્ય કરન્સીની જેમ તેનું ટ્રેડિંગ ચાલતું હોય છે. ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેન્જ પર થાય છે.

રોકાણકારોને કેટલો ફાયદો થયો

• ક્રિપ્ટોકરન્સીમાં સૌપ્રથમ બિટકોઈન વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવ્યો.
• વર્ષ ૨૦૦૯માં તેનું મૂલ્ય માત્ર ૦.૦૯ ડોલર હતું. એટલે એ સમયે ૬૦ રૂપિયાની આસપાસ.
• ત્યારબાદ બિટકોઈનનું મૂલ્ય સતત વધતું જ રહ્યું છે.
• એપ્રિલ ૨૦૧૧માં તેનું મૂલ્ય માત્ર ૧ ડોલર હતું જે જૂન ૨૦૧૧ સુધીમાં તો ૨૯.૬૦ ડોલર થઈ ગયું હતું.
• બિટકોઈનમાં આ સૌથી પહેલો ઉછાળો હતો. ત્યારબાદ તેનું મૂલ્ય સતત વધી રહ્યું છે.
• જે વ્યક્તિએ વર્ષ ૨૦૧૧માં રૂપિયા ૧૦૦૦ના બિટકોઈન ખરીદ્યા હતાં તેને વર્ષ ૨૦૨૧માં ૧૦ કરોડ રૂપિયા રીટર્ન મળ્યાં હતા.
• હાલમાં એક બિટકોઈનનું મૂલ્ય ૨૬,૮૯૭ ડોલર એટલે કે ૨૨,૩૦,૦૫૦ (૨૨ લાખ) રૂપિયા છે!

બિટકોઈન સિવાય બીજી રોકાણ કરવા લાયક ક્રિપ્ટોકરન્સી કઈ કઈ છે

હાલ માર્કેટમાં બિટકોઈન સિવાય બીજી ૨૦૦૦થી પણ વધુ ક્રિપ્ટોકરન્સી હાજર છે. તેમાંથી કેટલીક નીચે મૂજબ છે.

• Ethereum
• Dogecoin
• Litecoin
• XRP
• Tether
• Solana
• TRON
• Monero
• Cardano
• USD Coin
• Coinbase
• SOL
• Arbitrum
• VeChain
• Fantom
• Filecoin

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *