હવે કોઈપણ નવું સ્ટાર્ટ અપ શરૂ કરવું હશે તો સરકાર આપશે રૂપિયા ૫૦ લાખ સુધીની લોન

Posted by

જો તમે પણ એક ઉદ્યોગ સાહસિક(Entrepreneur) હોય અને કોઈ નવો ઉદ્યોગ, પોતાનો ધંધો, બિઝનેસ કે નવું સ્ટાર્ટ અપ(Start-up) શરૂ કરવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે છે. આજે આપણે સરકારની એક એવી યોજના વિશે વાત કરીશું જે તમને તમારા નવા બિઝનેસના સેટ અપમાં તમને ખૂબ ઉપયોગી થશે. આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ ને કોઈ બિઝનેસ આઇડિયાને લઈને મોટો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા થતી હોય છે પણ મૂડીના અભાવે તેઓ પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરી શકતા નથી. આવા લોકો માટે સરકારની એક યોજના છે જે તમને તમારા સ્ટાર્ટ અપ માટે ૫૦ લાખ રૂપિયા સુધીની મૂડી પૂરી પાડે છે. આ યોજના સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ યોજના (Start-up India seed fund Scheme).

શું છે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ યોજના (Start-up India seed fund Scheme)

સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ યોજના એ ભારત સરકારની યોજના છે જે નવા ઉદ્યોગ સાહસિકોને તેમના નવીન વિચારોને ઉત્પાદકતામાં બદલવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત સરકાર યુવાનોને પોતાનો ધંધો (સ્ટાર્ટ અપ) શરૂ કરવા અને પોતાના બિઝનેસમાં બીજા યુવાનો માટે રોજગારી સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ યોજના હેઠળ સરકાર માત્ર નાણાકીય સહાય જ પૂરી નથી પાડતી, પરંતુ યુવાનોને પોતાના સ્ટાર્ટ અપને અનુરૂપ માર્ગદર્શન પણ પૂરું પાડે છે જેથી તેમનું સ્ટાર્ટ અપના સફળ થવાની શક્યતા વધી જાય.

સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ (Start-up India seed fund) યોજનાના ફાયદા

• આ યોજના નવીન ઉદ્યોગ સાહસિકો (Entrepreneur)ને આગળ આવવા અને પોતાના બિઝનેસ આઇડિયા અમલમાં મૂકવા પ્રોત્સાહિત કરે છે.

• આ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકોને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે પ્રારંભિક સહાય આપવામાં આવે છે.

• આ યોજનામાં ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપને અનુરૂપ ૫૦ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.

• આ નાણાકીય સહાય ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપના પ્રોટોટાઈપને વિકસાવવા, રીસર્ચ કરવા અને લઘુતમ ઉત્પાદનો કરવા માટે મદદરૂપ થાય છે.

• આ યોજનામાં સરકાર તરફથી ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપ અને બિઝનેસ મોડલને અનુરૂપ નિષ્ણાતોની મદદથી યોગ્ય માર્ગદર્શન અને આંતરદૃષ્ટિ પૂરી પાડવામાં આવે છે.

• આ માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને તેમના બિઝનેસ મોડલ્ને રિફાઈન કરવામાં, માપી શકાય તેવી વ્યુહરચના બનાવવામાં અને સંભવિત પડકારોને નેવિગેટ કરવામાં મદદરૂપ થાય છે.

• આ યોજનામાં નોંધણી કરાવવાથી કોઈપણ સ્ટાર્ટ અપને સરકાર તરફથી મળતી બધી સહાયતા અને રાહતો મળવાપાત્ર છે.

• આ યોજનામાં સ્ટાર્ટ અપની નોંધણી કરવાથી ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટ અપની વિશ્વસનિયતા અને ક્રેડિટમાં વધારો કરવામાં આવે છે.

• આ યોજના ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટ અપમાં રોકાણકારો(Investors), ભાગીદારો(Partners) અને ઇન્ક્યુબેટર્સ(Incubators)ને આકર્ષવામાં મદદરૂપ થાય છે.

આ યોજનાનો લાભ કઈ રીતે લેશો

આ યોજનાનો લાભ લેવા માટે ઉદ્યોગ સાહસિક (Entrepreneur) યુવાનોએ www.startupindia.gov.in વેબસાઈટ પર સંપર્ક કરવાનો રહેશે. અહીં એક અરજી ફોર્મ ભરીને માંગેલા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાથી આ યોજનામાં નોંધણી કરી શકાશે. સરકાર દ્વારા માન્ય સંસ્થા તમારી અરજીની ચકાસણી કરશે અને તેમની પાસે આવેલી અરજીઓમાંથી પસંદગી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *