કોઈ નું ખરાબ ના કરવા છતાં માણસ કેમ દુઃખી થાય છે ૨ મિનિટ નો સમય કાઢીને જરૂર વાંચજો

કોઈ નું ખરાબ ના કરવા છતાં માણસ કેમ દુઃખી થાય છે ૨ મિનિટ નો સમય કાઢીને જરૂર વાંચજો

આપણા મગજમાં એક સવાલ હંમેશા માટે આવતો હોય છે કે આખરે સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું કેમ થતું હશે. જો કોઈ ખોટું કાર્ય કરે અને લોકોને છેતરે છતાં તેમની સાથે હંમેશા બધું સારું જ કેમ થતું હશે. બીજી બાજુ જે હંમેશા માટે બીજાનું સારું કરવા ઈચ્છતા હોય અને હંમેશાં લોકોને મદદ માટે તત્પર રહેતા હોય છે તેવા લોકોનું આખરે ખરાબ જ કેમ થાય છે.

આ એવો પ્રશ્ન છે કે જે દરેકના મગજમાં આવ્યો જ હશે. તો ચાલો આજે આપણે જોઈશું આ પ્રશ્નનો જવાબ એક કહાની દ્વારા. તમને જણાવી દઇએ કે આ બધા સવાલોના જવાબ ભગવાન કૃષ્ણ આપી દીધેલા છે. એકવાર આ પ્રશ્ન અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યો કે “હે વાસુદેવ એવું તે કયું કારણ છે કે આ સંસારમાં હંમેશા સારા લોકોની સાથે ખરાબ અને ખરાબ લોકોની સાથે સારું જ થાય છે”.

આ વાત પર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એક કહાની સંભળાવે છે. જેના દ્વારા તમને પણ આ તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. વાત ખૂબ જ જૂની છે. એક ગામ હતું. ગામમાં બે વ્યક્તિ રહેતા હતા. એક વેપારી હતો જે ખૂબ જ સારો માણસ હતો અને ખૂબ જ ધાર્મિક હતો. બધા જ નીતિ નિયમોનું પાલન કરતો હતો. તે ભગવાનની ભક્તિ કરતો, દરરોજ મંદિરે જતો હતો. દરેક ખોટા કાર્યોથી પણ દૂર રહેતો હતો.

ત્યારે બીજો વ્યક્તિ તેનાથી બિલકુલ વિપરીત હતો. તે હંમેશા જૂઠું બોલતો. ખરાબ કાર્યો કરતો. તે ક્યારેય પણ મંદિરે જતો ન હતો અને તે રોજ મંદિરની બહાર થી જ ચંપલ ની ચોરી કરતો. એક સમયની વાત હતી આ ગામમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આખા ગામના બધા લોકો પોતાના ઘરમાં હતા. મંદિરમાં ખાલી એકલા પૂજારી જ હતા. એ લાલચથી આ (ખરાબ) માણસ આ વાતનો ફાયદો ઉઠાવી અને મંદિર નું બધું જ ધન ચોરી લીધું અને પૂજારી નજરથી બચી અને ત્યાંથી ભાગી ગયો.

તો થોડીવાર પછી આ વેપારી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને ચોરી નો બધો જ આરોપ તેના પર લગાવવામાં આવે છે અને ત્યારે ઘણા બધા લોકો ભેગા થાય છે અને તે વ્યક્તિને ન બોલવાના શબ્દો બોલી સંભળાવે છે. જેવો એ વ્યક્તિ ત્યાંથી બહાર નીકળે છે કે તરત જ તેની એક મોટા વાહન ની સાથે ટક્કર થાય છે.

પરંતુ તેને વધુ ન વાગ્યું અને તે બચી જાય છે. પછી માંડ ઉભો થયો અને તેના ઘર તરફ જઈ રહ્યો હોય છે ત્યારે પેલો દુષ્ટ વ્યક્તિ તેને રસ્તામાં મળે છે. દુષ્ટ વ્યક્તિ બોલતો હતો કે આજે તો ઘણું બધું ધન હાથ લાગ્યું છે. આખુ જીવન હવે એશો આરામથી જીવીશ.આ સાંભળી સારો વ્યક્તિ (વેપારી) હેરાન થાય છે અને ઘરે આવી અને તે ભગવાનના બધા જ ફોટા ઉતારી અને એક ખૂણામાં મૂકી દે છે અને પોતાનું જીવન જીવવા લાગે છે.

મિત્રો આ ઘટનાના થોડા સમય પછી સારા અને ખરાબ બંને વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ બંને પાસે યમરાજ આવે છે. ત્યારે સારો વ્યક્તિ નારાજગી દર્શાવતા યમરાજને કહે છે કે “મારા સાથે આવું શા માટે થયું?” હું હંમેશા માટે ભગવાનની ભક્તિ કરતો હતો અને ક્યારેક ખોટું કાર્ય પણ નથી કર્યું. તેમ છતાં હું દુઃખી કેમ થયો અને આ દોસ્ત ચોરી કરતો હતો. લોકો સાથે છેતરપિંડી કરતો. તેમ છતાં એ ખુશ કેમ? તે દુઃખી કેમ નથી?

ત્યારે યમરાજ તેના સવાલના જવાબ આપતા બોલ્યા કે જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તું એક વાહન સાથે ટકરાયો હતો તે તારો અંતિમ સમય હતો. પરંતુ તારા કરેલા સારા કર્મોનું ફળ સ્વરૂપે એ સમયે તો મૃત્યુ ન પામ્યો અને તો બાકીનું જીવન જીવી શક્યો. જ્યારે આ દુષ્ટ વ્યક્તિના જીવનમાં રાજ્ય શરુ થવાનો હતો પરંતુ તેના ખરાબ કર્મ ના કારણે રાજયોગ શરુ ના થયો અને ફક્ત એક નાની એવી ઘરેણા ની પોટલી મળી શકી.

મિત્રો આ કહાની ના સંદર્ભમાં શ્રી કૃષ્ણ ભગવાન ને સમજાવે છે કે ભગવાન આપણને ક્યારે અને કયા સંદર્ભમાં ફળ આપી રહ્યા છે તે મનુષ્ય સમજી શકતો નથી એનો મતલબ એ થયો કે ભગવાન આપણને કર્મોનું ફળ સમયે-સમયે આપતા જ રહેશે તેમ જ ક્યારે પણ મનુષ્ય પોતાના કર્મ કરવાનું છોડવું જોઈએ નહીં

https://youtu.be/iYLYT1ed6yA?list=RDCMUC0CUHzdtwUc4AwQLCG4oHWQ

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *