ભૂતપૂર્વ અફઘાન સંચાર મંત્રી અત્યારે જર્મનીમાં પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યા છે. અફઘાન સંકટ વચ્ચે, તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પિઝા ડિલીવરી કંપનીનો યુનિફોર્મ પહેરીને ડિલિવરી માટે જતા જોવા મળી રહ્યા છે. સૈયદ અહમદ શાહ સઆદતે અફઘાનિસ્તાનમાં સંદેશાવ્યવહાર મંત્રી સાથે અન્ય ઘણી મહત્વની જગ્યાઓ સંભાળી છે. આવી સ્થિતિમાં, આ રીતે પીઝા પહોંચાડતી તસવીરો સામે આવી તે દરેક માટે આઘાતજનક છે. જોકે, સૈયદને પોતાને ડિલિવરી બોય કહેવામાં કોઈ શરમ નથી.
કેમ ડિલિવરી બોય બન્યા?- એક જર્મન પત્રકારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પૂર્વ અફઘાન સંચાર મંત્રીનો ફોટો શેર કર્યો છે. પત્રકારે પૂર્વ મંત્રી સાથે પણ વાત કરી હતી, જેમાં તેમણે અફઘાનિસ્તાન અને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. સૈયદ અહેમદ શાહ સદાતે ગયા વર્ષના અંતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને જર્મની ગયા. દેશ છોડ્યા પછી, તેઓએ થોડો સમય સારી રીતે વિતાવ્યો. પરંતુ જ્યારે પૈસા ખતમ થવા લાગ્યા ત્યારે તેમને આજીવિકા માટે પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરવું પડ્યું.

‘સ્કાય ન્યૂઝ અરેબિયા’ના અહેવાલ અનુસાર, પૂર્વ મંત્રી સૈયદ જર્મનીના લિપઝિંગમાં એક પિઝા કંપની સાથે કામ કરી રહ્યા છે. પોતાનો દેશ છોડવાનું કારણ આપતા સૈયદે કહ્યું કે, રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટીમ અને તેમની માંગણીઓ સાથે સહમત ન હોવાને કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને બધું જ છોડી જર્મની આવતા રહ્યા હતા. ભૂતપૂર્વ અફઘાન મંત્રીએ કહ્યું કે, તેમની પાસે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં બે માસ્ટર ડિગ્રી છે. આ સિવાય તેમણે 13 દેશોની 20થી વધુ કંપનીઓ સાથે સંચાર ક્ષેત્રે કામ કર્યું છે

આ છે તેમની ભાવિ યોજના – સૈયદ અહમદ શાહ સદાતે કહ્યું કે, તેમની પાસે સંચાર ક્ષેત્રે 23 વર્ષનો અનુભવ છે. તે પોતાના દેશને સંદેશાવ્યવહારની બાબતમાં મદદ કરવા અફઘાનિસ્તાન ગયા હતા. પરંતુ રાષ્ટ્રપતિની ટીમ સાથે કામ કરવું શક્ય ન હતું, તેથી તેમણે રાજીનામું આપ્યું અને જર્મની આવતા રહ્યા હતા. અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ પર વધારે ન કહેતા તેમણે માત્ર એટલું જ કહ્યું કે, અશરફ ગની સરકાર આટલી જલ્દી પડી જશે તેવી અપેક્ષા નહોતી. તેમણે પોતાની ભાવિ યોજનાનું વર્ણન કરતા કહ્યું કે, જર્મન ભાષા શીખ્યા પછી તે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવશે.

સદાત 2018માં અફઘાન સરકારમાં સંચાર મંત્રી બન્યા અને 2020માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું. આ પહેલા, તેમણે 2005થી 2013 સુધી કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીના મુખ્ય ટેકનિકલ સલાહકાર સહિત અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. આ ઉપરાંત, તેમણે 2016થી 2017 સુધી લંડનમાં “એરિયાના ટેલિકોમ” ના સીઈઓ પદ સંભાળ્યું હતું. આટલા મોટા હોદ્દાઓ સંભાળ્યા પછી પણ આજે તે પિઝાની ડિલીવરી કરી રહ્યા છે જેમાં તેમને કોઇ શરમ નથી.