ખુબજ નાની ઉંમરે અઢળક ભજન આપનાર, આ નાનકડો બાળક હવે થઇ ગયો છે મોટો..!, ફોટાઓ જોઈ ને ઓળખી પણ નઈ શકો..!

Posted by

આજના સમયમાં આ કલાકારો અને લોકગીત ના કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. ખરેખર નાની ઉંમરમાં ઢગલાબંધ ભજન આપનાર બાળક ખરેખર આજના સમયમાં જો તમે પહેલી વખત જોવો તો, તમારે ઓળખવો પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આજે આપણે આ લેખ ની અંદર બાળપણમાં ખૂબ જ પ્રસિદ્ધ થનાર હરી ભરવાડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હરી ભરવાડ ખુબ જ નાની ઉંમરે ભજનીક બની ગયા હતા અને અત્યારે ભજનની દુનિયામાં ખૂબ જ સારું નામ અને લોકચાહના મેળવી લીધી છે.

ખાસ કરીને તમને જણાવી દઈએ કે, બાળપણથી લઈને આજના સમય સુધી હરી ભરવાડ ને ગુજરાતના લગભગ લોકો તેમને ઓળખે છે અને તેનું નામ લોકજીભે ચડયું છે. લોકો હરી ભરવાડ તરીકે ઓળખે છે, પરંતુ આજના સમયમાં બાળકમાંથી પુખ્ત બનેલા હરિ ભરવાડ નો ચહેરો અલગ જ જોવા મળે છે. હરીભરવાડ ભજન ની દુનિયામાં જ્યારે તેમના પ્રવેશ કર્યો હતો ત્યારનો ચહેરો અને આજ નો ચહેરો ઓળખવો ખુબજ મુશ્કેલ બની જાય છે. આજના સમયમાં હરીભરવાડ કોઈ બોલીવુડના મોટા એક્ટરની જેમ સ્માર્ટ બની ગયા છે.

હરી ભરવાડ નો જન્મ ગુજરાતની અંદર આવેલા નડિયાદ જિલ્લાના છપરી ગામે 12 ઓગસ્ટ ૧૯૯૫ના રોજ થયો છે. હરી ભરવાડ ના માતા નું નામ મનુબેન હતું અને તેના પિતાનું નામ કુકાભાઈ હતું. હરી ભરવાડ ને એક ભાઈ પણ છે જેઓ શિક્ષક છે. હરી ભરવાડની આજ ની સફળતાની પાછળ તેમના મોટા ભાઈ નો ખુબ જ મોટો હાથ છે. જ્યારે હરિભરવાડના પરિવારમાં બાળપણમાં સૌથી વધારે સહાય તેમના કાકા એ કરી હતી.

કારણ કે, હરીભરવાડ ને સંગીત અને ભજનો વિશે સારામાં સારી માહિતી તેમના કાકા તરફથી મળી છે . હરિભરવાડના સુરીલા અવાજ ને સાંભળીને તે અવાજને પારખી ને તેમના કાકા એ તેમને ભજન ગાતા શીખવાડ્યું છે. હરી ભરવાડ એ પોતાના ગામ છપરી માં જ ધોરણ 12 સુધીનો પ્રાથમિક અભ્યાસ મેળવ્યો હતો. એમાં જ્યારે તેઓ ભણતા હતા ત્યારે પ્રાર્થના સમયે તેને ગાતાં જોઇને એક શિક્ષક દ્વારા, તેમને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવા ની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી હતી. ધીમે ધીમે હરીભરવાડ સાત વર્ષની નાની ઉંમરમાં જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

હરીભરવાડ ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો પહેલો આલ્બમ હરિનો માર્ગ બનાવ્યો છે. જે લોકોની અંદર ભારે લોકપ્રિય બન્યો છે. અને લોકો ને ખૂબ જ પસંદ આવ્યો છે. હરિભરવાડના પહેલા આલ્બમ ની અંદર સાતથી આઠ જેટલા ભજન નો સમાવેશ થાય છે. હરીભરવાડ એ લગભગ ૩૦ જેટલા આલ્બમ બહાર પડ્યા છે અને ગરબા અને ભજન નો સમાવેશ થાય છે. 2009 ની અંદર આવેલી એક ગુજરાતી ફિલ્મ સાસરે લીલા લેર માં હરીભરવાડ ખૂબ જ સારી એક્ટિંગ કરી છે અને તેમને મીડિયા તરફથી ઘણા બધા એવોર્ડ પણ મળેલ છે.

2011 ની અંદર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, ખેડા જિલ્લા તરફથી હરીભરવાડ ને ખૂબ એવોર્ડ મળ્યો હતો, વર્ષ 2014 15 ગુજરાતના બેસ્ટ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો. હરીભરવાડ અત્યારે ખૂબ જ મોટા થયા છે અને તેમણે વિદેશમાં જઇને પણ ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. તેઓએ પહેલી વખત વર્ષ 2012ની અંદર લન્ડન માં જઈને પ્રોગ્રામ કર્યો હતો. ત્યાર પછી તેમણે ગુજરાતી સમાજ ના 50 વર્ષ પુરા થયા હોવાને કારણે અમેરિકાની અંદર 2014માં પ્રોગ્રામ કર્યો હતો.

અત્યારે હરીભરવાડ નો અમદાવાદ થી ૩૦ કિલોમીટર દૂર આવેલા કઠલાલમાં તેમનો સ્ટુડિયો છે. યુવા હરીભરવાડ આજના સમયમાં પણ સત્સંગી દુનિયામાં ખૂબ જ વ્યસ્ત કલાકાર છે અને બાળપણ ની સફર હજુ પણ તેની અટકી નથી. હરીભરવાડ ગમે તેટલા મોટા થયા પરંતુ ભોજન ની દુનિયા માં તેમના નાનકડા એવા માસુમ ચહેરો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ઘરે-ઘરે સંભળાતા ભજનમાં આજે પણ લોકો આ ચહેરાને શોધી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *