The Gujarat State Co-operative Agricultural and rural development Bank Ltd. -ખેતી બેંકમાં ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની કુલ મળીને ૧૬૩ જેટલી વીવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ ભરતી પ્રક્રિયા સમગ્ર પણે ૧૧ માસના કરાર આધારીત ભરતી હશે. લાંબા સમયથી નોકરીની તલાશમાં ફરતાં અને કોઈને કોઈ નોકરીમાં સેટ થવા મથતાં યુવાનો માટે આ એક સુવર્ણ અવસર છે. ખેતી બેંક એ ખેડૂતો ના ઉત્કર્ષ માટે કામ કરતી સરકારી બેંક છે. અહીં કામ કરવાથી યુવાનોને સારો એવો અનુભવ મળી શકે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ જુન, ૨૦૨૩ છે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ
• ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:- ૭૮
• ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા):- ૭૨
• ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર):- ૧૩
• કુલ મળીને ૧૬૩ જેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે.
જરૂરી લાયકાત
• ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:- આ જગ્યા માટે કોમ્પ્યુટર કોર્સ, સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ તથા જેને ૨ વર્ષનો કામગીરીનો અનુભવ હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.
• ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા):- આ જગ્યા માટે ઉમેદવારે ધો.૧૨ પાસ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ અને કોમ્યુટરની જાણકારી હશે તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે.
• ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર):- આ જગ્યા માટે ઉમેદવાર ધો.૧૦ પાસ હોવો જોઈએ અને તેની પાસે પાંચ વર્ષ જૂનું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
પગારધોરણ
• ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:- ૧૫૦૦૦/- રૂપિયા પ્રતિ માસ
• ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા):- ૧૩૦૦૦/- રૂપિયા પ્રતિ માસ
• ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર):- ૧૪૦૦૦/- રૂપિયા પ્રતિ માસ
કેટલીક ધ્યાને રાખવા જેવી બાબતો
• ક્લાર્કની પોસ્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
• ડ્રાઈવરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
• આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારની બેંકની જિલ્લા કચેરી તથા અન્ય શાખા કચેરીઓમાં ટ્રાન્સફર થઈ શકશે.
• આ ભરતી બેંકની જે તે જિલ્લા કચેરી માટે જે તે જિલ્લાના સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
• ૧૧ માસનો સમય પૂર્ણ થયે ઉમેદવારની ફરજનો સમય આપોઆપ પૂર્ણ થયેલો ગણાશે.
અરજી કેવી રીતે કરશો
ખેતી બેંકની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ ખેતી બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર માંગેલ વિગતો સાથેનું અરજી ફોર્મ ભરીને સબમિટ કરવું. અરજી ફોર્મ સબમિટ કરવાથી ઉમેદવારની અરજી માન્ય ગણાશે અને ધ્યાનમાં લેવાશે. ઉમેદવારની પસંદગીનો આખરી નિર્ણય ખેતી બેંકનો હશે. આ ભરતી માટે અરજીનું પોર્ટલ ફક્ત ૧૫ જુન, ૨૦૨૩ સુધી જ ખુલ્લુ રહેશે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.