ખેડા જિલ્લાની 38 યુવતીઓ રોજગારી મેળવી પગભર બની, બ્યુટિપાર્લર અને સિવણની તાલીમ અપાઈ

ખેડા જિલ્લાની 38 યુવતીઓ રોજગારી મેળવી પગભર બની, બ્યુટિપાર્લર અને સિવણની તાલીમ અપાઈ

સમગ્ર દેશમાં બેરોજગારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ આ અંગે ગંભીરતા દાખવી વિવિધ પ્રકારની તાલીમ આપી તાલીમાર્થીઓને પગભર બનાવવા કામગીરી કરી રહી છે. ખેડા જિલ્લામાં બેરોજગાર યુવાન-યુવતીઓને ભગપર બનાવવા માટે નડિયાદની રૂડસેટ સંસ્થાએ બીડુ ઝડપી હજારો લોકોને રોજગારી પૂરી પાડ્યાનો ઉત્તમ દાખલો જોવા મળી રહ્યો છે.

બેરોજગાર યુવાન-યુવતીઓને નિશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા ધ્વારા 30 દિવસના સમય મર્યાદામાં બ્યુટીપાર્લર અને સિવણની તાલીમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ યોજવામાં આવેલ આ તાલીમમાં ખેડા જિલ્લાની 38 જેટલી બેરોજગાર યુવતીઓએ તાલીમમાં ભાગ લીધો હતો.

આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે મહુધા વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા. આ તબક્કે ધારાસભ્ય એ જણાવ્યુ હતું કે તાલીમનો સદઉપયોગ કરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પોતે સ્વનિર્ભર થવા જણાવ્યું હતું. વધુમાં જે પણ કામ કરો હંમેશા દિલથી કરો અને વિચારો હંમેશા સકારાત્મક રાખવા જણાવ્યુ હતું અને તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના નિયામક અજયકુમાર પાઠકે જણાવ્યુ હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 19177 બેરોજગાર યુવક, યુવતીઓને વિવિધ કૌશલ્યા તાલીમ જેવીકે મોબાઇલ રિપેરિંગ, એ.સી., ફ્રિજ રિપેરિંગ, વાયરિંગ, સિવણ કામ, એલ.ઇ.ડી., એલ.સી.ડી. રિપેરિંગ, કોમ્પ્યુટર ડી.ટી.પી., બ્યુટી પાર્લર, વિગેરે ધંધાકીય લગતા કામોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. જેમાંથી લગભગ 16238 તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે. આમ સંસ્થા બેરોજગારી નિવારણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપી રહી છે.

આગામી મહિનાઓમાં આ સંસ્થા ધ્વારા ભાઈઓ માટે ઈલેક્ટ્રિસિયન અને ફોટો- વિડીઓગ્રાફી વિગેરે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છુક ભાઈઓ, બહેનોએ રૂડસેટ સંસ્થા, પેટલાદ રોડ, પીપલગ ગામ, તા-નડીઆદ , જી –ખેડા ઉપર અરજી કરવી અથવા ફોન નંબર 9427613783 પર સંપર્ક કરવા સંસ્થાના નિયામકે જણાવ્યું છે.

 

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.