આપણામાંથી ઘણાં લોકો પોતાની પાસે પડેલાં રૂપિયા ક્યાંક ને ક્યાંક રોકવાનું વિચારતાં હોય છે. ઘણાં લોકો મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજારમાં રોકવાની વાત કરતાં હોય છે, પણ આ બંનેમાં તમારા રોકેલાં રૂપિયા ડૂબી જવાની શક્યતા વધી જતી હોય છે. જો તમે પણ તમારાં રૂપિયા ક્યાંક રોકવાનું વિચારી રહ્યાં હોય તો અમારી પાસે તમારા માટે એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. અહીં તમારા રૂપિયા સુરક્ષિત પણ રહેશે અને તમને વધારેમાં વધારે વળતર પણ મળશે. અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસ રિકરીંગ એકાઉન્ટની.
શું છે પોસ્ટ ઓફિસ રિકરીંગ ખાતુ
પોસ્ટ ઓફિસ રિકરીંગ ખાતુ એક એવું ખાતુ છે કે જે તમને સૌથી સુરક્ષિત રોકાણની સુવિધા પૂરી પાડે છે. આ ભારત સરકાર દ્વારા રોકાણકારોને પૂરી પાડવામાં આવતી રોકાણની સુવિધા છે. અહીં તમે દર મહીને તમારા રોકેલા રૂપિયાનું ફોલો અપ લઈ શકશો.
રિકરીંગ ખાતુ ખોલાવવાના ફાયદા
• કોઈપણ વ્યક્તિ રિકરીંગ ખાતુ ખોલાવી શકે છે.
• અહીં રોકાણ કરવા માટે આવકની કોઈ મર્યાદા નથી.
• તમે ઓછામાં ઓછા ૩૦૦ રુપિયાથી પણ ખાતુ ખોલાવી શકો છો.
• તમે ઈચ્છો તો રોજ અથવા તો દર મહીને આ ખાતામાં રૂપિયા જમા કરાવી શકો છો.
• આ ખાતા પર તમને ૫.૮% થી ૬.૮% સુધીનું વ્યાજ મળવાપાત્ર છે. જે તમારા દ્વારા રોકેલી ધનરાશિ પર નિર્ભર કરે છે.
• આ ખાતાનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે.
• જો તમે રોજનું ૫૦૦ રુપિયાનું ખાતુ ચાલું કરાવો છો તો તમારે દર મહીને ૧૫૦૦૦ રુપિયા ભરવાના થાય છે. મહીનાના ૧૫,૦૦૦ રૂપિયા લેખે તમારું પાંચ વર્ષનું રોકાણ ૯ લાખ રૂપિયા થાય છે. પણ તમને પાકતી મુદતે ૧૦,૭૦,૦૦૦ જેટલાં રૂપિયા પાછા મળશે. એટલે કે તમારા દ્વારા કમાયેલું વ્યાજ ૧,૭૦,૦૦૦ રૂપિયા હશે.
• જો તમે દર મહીને ૩૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરો છો તો પાંચ વર્ષના અંતે તમારું રોકાણ ૧૮,૬૨,૦૦૦ રૂપિયા થશે. પરંતુ તમને પાકતી મુદતે ૨૨ લાખ રૂપિયા મળશે. એટલે કે તમારા દ્વારા કમાયેલું પંચવાર્ષિક વ્યાજ ૩,૪૦,૦૦૦ રૂપિયા હશે.
• જો તમે દર મહીને ૪૫૦૦૦ રૂપિયાનું રોકાણ કરો છો તો પાંચ વર્ષના અંતે તમારું રોકાણ ૨૭ લાખ રૂપિયા થશે. પરંતુ પાંચ વર્ષના અંતે તમને ૩૨ લાખ રૂપિયા મળશે. એટલે કે તમારા દ્વારા કમાયેલું વ્યાજ ૫ લાખ રૂપિયા હશે.
• અહીં તમે જેટલું વધુ રોકાણ કરશો એટલો વધુ ફાયદો થશે.
• અહીં સૌથો મોટો ફાયદો એ છે કે તમે દર મહીને તમારા દ્વારા રોકાયેલી રકમનું ફોલો અપ લઈ શકશો.
• જો કોઈ વ્યક્તિને આકસ્મિક ખર્ચ આવી ગયો હોય તો તમે રોકાણના ૩ વર્ષ પછી પણ તમારા દ્વારા રોકેલા નાણા ઉપાડી શકો છો.
રિકરીંગ ખાતુ કેવી રીતે ખોલાવશો
આ ખાતુ ખોલાવવા માટે તમારા નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અહીં માત્ર એક સાદું ફોર્મ ભરવાથી તમારું રિકરીંગ ખાતું ખૂલી જશે.