ગુજરાતમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવાથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે. તેમજ ઉત્પાદન પણ વધુ મેળવી શકાય છે. આ માટે સરકાર દ્વારા વિવિધ યોજના શરૂ કરવામાં આવી છે.
જાણો શું છે, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટેની સહાય યોજના :
રાજ્યના ખેડૂતો ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટે ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ રાહત દરે ખરીદી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટેની સહાય યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય :
રાજ્યના ખેડૂતોને પ્લાન્ટીંગ મટેરીયલ માટે ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 1,250/- પ્રતિ રોપા બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે, પરંતુ મહત્તમ રૂપિયા 1,56,250/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
ખેતી ખર્ચ માટે ખર્ચના 50% મુજબ મહત્તમ રૂપિયા 20,000/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે, જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75% રોપા જીવંત હોય તો જ બાકીના 40% સહાય મળવાપાત્ર રહેશે.
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટેની સહાય યોજના માટે પાત્રતા :
ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
સામાન્ય, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના તમામ ખેડૂતો આ યોજનામાં લાભ મેળવી શકે છે.
આ યોજનામાં લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :
- ૭/૧૨ અને ૮-અ ની પ્રામાણિક નકલ
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
- બેંક પાસબુકની નકલ
આ યોજનાનો લાભ મેળવવા અરજી કયાં કરવી :
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટેની સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in