આ કામ કર્યા પછી ભૂલથી પણ પૂજામાં બેસવું નહીં ભગવાન નારાજ થાય છે, મહાપાપ લાગે છે.

આ કામ કર્યા પછી ભૂલથી પણ પૂજામાં બેસવું નહીં ભગવાન નારાજ થાય છે, મહાપાપ લાગે છે.

આપણે બધા દરરોજ ભગવાનને યાદ કરીએ છીએ, સ્નાન કર્યા પછી આપણે આપણા ઇષ્ટદેવની વિધિવત પૂજા કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પૂજા કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આવો જાણીએ તેના વિશે… લોકો પૂજા કરવા તો બેસે છે, પરંતુ પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલો પણ કરે છે, જેના કારણે તેમને ફળ મળવાને બદલે ભગવાનના પાપના ભાગીદાર બનવું પડે છે.વરાહ પુરાણના અધ્યાય 217માં ભગવાનની નિયમિત પૂજા કરવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.

જ્યારે પણ તમે પૂજા કરવા બેસો તો સૌથી પહેલા તમારે તમારા કપડા પર ધ્યાન આપવું જોઈએ. પૂજા કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વાદળી અને કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ. વરાહ પુરાણમાં લખ્યું છે કે જો તમે અંતિમયાત્રામાંથી આવી રહ્યા હોવ તો ભૂલથી પણ ક્યારેય સ્નાન કર્યા વિના ભગવાનની પૂજા ન કરો.

જો તમારા ઘરમાં કોઈ કારણથી ઝઘડો થાય છે અને તમે ગુસ્સામાં છો તો તે સમયે ભગવાનની પૂજા કરવા ન બેસો. ક્રોધમાં ભજવાથી ભગવાન નારાજ થાય છે.જો કોઈ કારણસર ઘરની લાઈટ જતી રહી હોય અથવા મંદિરમાં અંધારું થઈ ગયું હોય તો તે દરમિયાન ભગવાનની મૂર્તિને હાથ ન લગાડવો, અંધારામાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો એ મહાપાપ માનવામાં આવે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *