મહાભારતની ગાથા વિશે લગભગ દરેક લોકો જાણે છે. જેમાં પાંડવો અને કૌરવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં પાંડવોને વિજય પ્રાપ્ત થયો હતો. કહેવામાં આવે છે કે મહાભારતનાં વિનાશકારી યુદ્ધમાં અંતમાં અશ્વત્થામાએ અડધી રાત્રિનાં સમયે પાંડવોનાં તમામ પુત્રોનો વધ કરી દીધો હતો. કહેવામાં આવે છે કે અશ્વત્થામા આજે પણ જીવિત છે અને તેઓ મહાભારત કાળ થી હજુ સુધી ભટકી રહ્યા છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું કળયુગમાં પણ ફરી પાંડવોનો જન્મ થયો હતો અને જો થયો છે તો ક્યાં અને ક્યાં રૂપમાં થયો હતો ?. હકિકતમાં આ બધા જ સવાલોનાં જવાબ ભવિષ્યપુરાણમાં મળે છે.
શિવજી એ કહ્યું હતું પાંડવોનો થશે કળિયુગમાં જન્મ
ભવિષ્યપુરાણ અનુસાર મહાભારત યુદ્ધનાં અંતમાં અડધી રાત્રિનાં સમયે અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય આ ત્રણેય પાંડવોની શિબિર પાસે ગયા અને તેમણે મનમાં ને મનમાં ભગવાન શિવજીની આરાધના કરી. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પાંડવોની શિબિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી. ભગવાન શિવ પાસે અનુમતિ મળતા જ અશ્વત્થામા પાંડવોની શિબિરમાં દાખલ થઈ ગયા અને પાંડવોનાં બધા જ પુત્રોનો વધ કરીને ત્યાંથી નીકળી ગયા.
જ્યારે પાંડવોને આ સંપુર્ણ ઘટનાક્રમ વિશે જાણ થઈ તો તેમણે તેના માટે ભગવાન શિવજીને જવાબદાર માનતા, તેમની સાથે યુદ્ધ કરવા માટે પહોંચી ગયા પરંતુ જેવા જ પાંડવો ભગવાન શિવજી સાથે યુદ્ધ કરવા માટે તેમની સામે પહોંચ્યા તો તેમના બધા જ અસ્ત્ર-શસ્ત્ર શિવજીમાં સમાઈ ગયા. ત્યારબાદ ભગવાન શિવે પાંડવને કહ્યું કે, “તમે બધા ભગવાન શ્રીકૃષ્ણનાં ઉપાસક છો એટલા માટે આ જન્મમાં તમને આ અપરાધનું ફળ મળશે નહિ પરંતુ તેનું ફળ તમને કળીયુગમાં ફરીથી જન્મ લઈને ભોગવવું પડશે.
શ્રીકૃષ્ણએ જણાવ્યું પાંડવ ક્યાં અને ક્યાં રૂપમાં લેશે કળિયુગમાં જન્મ
ભગવાન શિવજીની આ વાતને સાંભળીને બધા પાંડવ દુઃખી થઈ ગયા હતાં અને બાદમાં તેઓ બધા ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા. તેમણે શ્રી કૃષ્ણને પોતાની બધી વ્યથા જણાવી ત્યારે શ્રી કૃષ્ણએ તેમને જણાવ્યું કે પાંડવ કળયુગમાં ક્યાં અને કોનાં ઘરે જન્મ લેશે.
ભવિષ્યપુરાણ અનુસાર શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું કે, “કળિયુગમાં અર્જુનનો જન્મ પરીલોક નામનાં રાજાને ત્યાં થશે અને તે બ્રહ્માનંદનાં નામથી વિખ્યાત થશે”.શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે, “કલીયુગમાં યુધિષ્ઠિર વત્સરાજ નામનાં રાજાનાં પુત્ર બનશે અને કળિયુગમાં તેમનું નામ મલખાન રાખવામાં આવશે”.ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું હતું કે, “તેમનો જન્મ કળિયુગમાં વિરણ નાં નામથી થશે અને તેઓ વનરસ નામનાં રાજ્યનાં રાજા બનશે.
શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું કે, “કળિયુગમાં નકુલ કાન્યકુબ્જ નાં રાજાને ત્યાં જન્મ લેશે અને તેમને “લક્ષણ” ના નામથી જાણવામાં આવશે”.ભવિષ્યપુરાણ અનુસાર કળિયુગમાં સહદેવ ભીમસિંહ નામનાં રાજાનાં ઘરમાં જન્મ લેશે અને તેમનું નામ દેવસિંહ હશે.શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું કે, “કળિયુગમાં ધૃતરાષ્ટ્રનો જન્મ અજમેરમાં “પૃથ્વીરાજ” નાં રૂપમાં જન્મ લેશે અને દ્રોપદી તેમની પુત્રીનાં રૂપમાં જન્મ લેશે અને તેમનું નામ વેલા હશે.ભવિષ્યપુરાણ અનુસાર કળિયુગમાં મહાદાની કર્ણ નો જન્મ “તારક” નામનાં રાજાનાં રૂપમાં થશે.મહત્વપુર્ણ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ જ પાંડવોને જણાવ્યું હતું કે કળિયુગમાં તેમનો જન્મ ક્યાં અને ક્યાં રૂપમાં થશે, જેનો ઉલ્લેખ ભવિષ્યપુરાણમાં કરવામાં આવ્યો છે.