કળિયુગ ભયંકર છે છતાં પણ કલયુગને ચારે યુગમાં શ્રેષ્ઠ શા માટે કહેવાય છે

કળિયુગ ભયંકર છે છતાં પણ કલયુગને ચારે યુગમાં શ્રેષ્ઠ શા માટે કહેવાય છે

સંસારની ઉત્પત્તિ અને તેના અંતકાળનો નિર્ણય દરેક વિષય અનુસાર વિવિધ રૂપો, વિવિધ નામો, વિવિધ ગણનાઓને આધારે કરવામાં આવે છે. ધાર્મિક ચર્ચાઓમાં આપણે હંમેશા સાંભળીએ છીએ કે આ તો કળયુગ છે ભાઈ! હવે તો પાપ વધશે. તે જ રીતે આપણે વડીલોને કહેતા સાંભળ્યુ છે કે, પાપ કરશો તો કીડા-મકોડાની યોનીમાં જન્મ લેવો પડશે. આખરે શું છે આ યુગ ચર્ચા અને પુનર્જન્મમાં અલગ અલગ રૂપોમાં જન્મ લેવું? સૃષ્ટિની ઉત્પત્તિથી લઈ તેના અંતની ગણનાને આધારે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે જેને ચાર યુગ કહે છે. આવો જાણીએ આ યુગો વિશે વધુ…

સતયુગ

સતયુગને સૃષ્ટિનો સૌથી શુદ્ધ કાળ માનવામાં આવ્યો છે. આ યુગ સત્વ ગુણ પ્રધાન છે. આ યુગમાં માત્ર વિદ્વાન સાધુ-સંત થઈ ગયા. તેમને આખો સમય ભગવાનના ધ્યાન અને અધ્યયનમાં પસાર કર્યો હતો. આ યુગમાં ખોટી ભાવનાઓનો જન્મ થયો જ નહોતો. કહેવાય છે કે, આ યુગમાં હિંદુ ધર્મના મહાન ગ્રંથો ચાર વેદોનું નિર્માણ થયુ હતુ અને સ્વયં દેવ વાણીએ વેદોની ઋચાઓનું સંતોને જ્ઞાન કરાવ્યુ હતુ. આ યુગનું આયુષ્ય 1728000 વર્ષ મનાય છે.

ત્રેતાયુગ

સૃષ્ટિનો બીજો યુગ ત્રેતાયુગના નામે ઓળખાય છે. આ રજોગુણ પ્રધાન કાળ હતો. આ કાળમાં રાજ્ય શાસનનો વિભાજીત થઈ ચૂક્યો હતો. જનસંખ્યા વધવાથી તેની વ્યવસ્થા સંભાળવા રાજાના પદની સ્થાપના થઈ ચૂકી હતી. મનાય છે કે આ કાળમાં ભગવાન રામનો જન્મ થયો હતો અને અસુરોનો સંહાર કરી પૃથ્વીને આંતકમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ યુગનું આયુષ્ય 1296000 વર્ષ મનાય છે.

દ્વાપર યુગ

સૃષ્ટિનો ત્રીજો કાળ દ્વાપર યુગ મનાય છે. આ કાળમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ યુગમાં દરેક ખરાબ અને ખોટી ભાવનાઓનો જન્મ લઈ ચૂક્યો હતો. આ યુગના અંત કાળમાં મહાભારતનું યુદ્ધ થયુ હતુ, જેમાં દરેક પ્રકારનો દ્વેષ, છળ, કપટની પરાકાષ્ઠા જોવા મળે છે. આ યુગનું આયુષ્ય 864000 વર્ષ મનાય છે.

કળિયુગ

સૃષ્ટિનો આ કાળ નિર્ધારણનો ચોથો અને અંતિમ યુગ કળિયુગ છે. એવું મનાય છે કે આ યુગમાં દરેક પ્રકારના અનિષ્ટ પોતાના પ્રચંડ સ્વરૂપે લેશે. હાલ આ યુગ ચાલી રહ્યો છે. તેને સૃષ્ટિનો અંતકાળ મનાય છે, જો કે તેનો અર્થ સૃષ્ટિની સમાપ્તિ નથી. તેનો અર્થ એ છે કે આ યુગના અંત પછી એક વાર ફરી સતયુગ જન્મ લેશે. ધર્મશાસ્ત્ર માને છે કે, દરેક યુગમાં અનિષ્ટનો નાશ કરવા માટે ભગવાન જન્મ લે છે. આ યુગમાં ભગવાન ક્લિક અવતારમાં પ્રકટ થશે અને અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરશે. આ યુગનું આયુષ્ય 432000 વર્ષ મનાય છે.

84 લાખ યોનીઓનું વર્ગીકરણ

યુગ નિર્ધારણ સાથે જ પુનર્જન્મની વ્યાખ્યા પર પણ ચર્ચા કરી લઈએ. ભારતીય ધર્મગ્રંથો અનુસાર પૃથ્વી પર જન્મની 84 લાખ યોનીઓ બનાવામાં આવી છે. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે દરેક જીવ પોતાના કર્મો પ્રમાણે એક અલગ નવી યોનીમાં જન્મ મેળવે છે. પૃથ્વી પર મનુષ્ય યોનીમાં જન્મ લેવું પવિત્ર મનાય છે. પુરાણોને આધારે પ્રત્યેક પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વિભિન્ન જન્મોમાં 84 લાખ યોનીઓમાં ભટકી મનુષ્યનો જન્મ મેળવે છે. આ 84 લાખ યોનીઓનું વર્ગીકરણ આ પ્રમાણે છે.

  • કુલ યોનીઓ-84 લાખ
  • છોડવા-ઝાડવા-30 લાખ
  • કીડા-મકોડા-27 લાખ
  • પક્ષી-14 લાખ
  • પાણીના જીવ-જંતુઓ-9 લાખ
  • દેવો, મનુષ્યો અને પશુ-4 લાખ

ધર્મ ગ્રંથો પ્રમાણે આ દરેક યોનીઓમાં પ્રત્યેક પ્રાણી પોતાના કર્મફળ પ્રમાણે જન્મ મેળવે છે. પરિણામે કહેવાય છે કે, વ્યકિતએ સારા કર્મ કરવા જોઈએ, જેથી તેને એક શ્રેષ્ઠ યોનીમાં જન્મ મળી શકે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *