કૈલાશ પર્વતથી જોડાયેલા આ રહસ્યને જાણી ચોંકી જશો, માત્ર 6638 મીટર નો કૈલાશ પર્વત પણ તેની ટોચ ઉપર કોઈ ચડી શકતું નથી, શુ ખરેખર અહીં રહે છે ભગવાન શિવ

હિંદુ ધર્મમાં કૈલાસ પર્વતનું ખૂબ મહત્વ છે, કારણ કે તેને ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. પરંતુ તેના વિશે વિચારવાની વાત એ છે કે દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર અત્યાર સુધી 7000થી વધારે લોકો જઇ આવ્યા છે. તેની ઉંચાઇ 8848 મીટર છે. પરંતુ કૈલાશ પર્વત પર આજ સુધી કોઇ ચઢી શક્યું નથી. જ્યારે તેની ઉંચાઇ એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે 6638 મીટર છે. આજે અમે તમને કૈલાશ પર્વતથી જોડાયેલા કેટલાક એવા રહસ્યો જણાવીશુ જે જાણીને તમે ચોંકી જશો.
ધરતીનું કેન્દ્ર
ધરતીનો એક છેડો ઉત્તરી ધ્રુવ છે તો બીજો છેડો દક્ષિણી ધ્રુવ છે. આ બન્ને છેડાની વચ્ચે હિમાલટ સ્થિત છે જ્યારે કૈલાશ પર્વત હિમાલયનું કેન્દ્ર છે. વૈજ્ઞાનિકો અનુસાર આ ધરતીનું કેન્દ્ર છે. કૈલાશ પર્વત દુનિયાના 4 મુખ્ય ધર્મો હિન્દુ, જૈન, બૌદ્ધ અને શિખ ધર્મનું કેન્દ્ર પણ છે.
કૈલાશ પર્વત પર ક્યારેય કોઇ જઇ શકવા પાછળ અનેક કહાનીઓ પ્રચલિત છે. કેટલાક લોકોનું માનવું કે કૈલાશ પર્વત પર શિવજી નિવાસ કરે છે અને જેથી કોઇ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતું નથી. મૃત્યુ બાદ જેને કોઇ પાપ ન કર્યા હોય તે જ કૈલાશ પર્વત પર જઇ શકે છે.
એવું પણ માનવામાં આવે છે કે કૈલાશ પર્વત પર થોડૂંક ઉપર ચઢતા જ વ્યક્તિ દિશાહીન થઇ જાય છે. કારણકે કોઇ દિશા વગર ઉપર જવાનો મતલબ મોતને આમંત્રિત કરવા બરાબર છે. જેથી કોઇપણ વ્યક્તિ આજ સુધી કૈલાશ પર્વત પર જઇ શક્યું નથી.
વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી આ પર્વતનો સ્લોપ (કોણ) પણ 65 ડિગ્રીથી વધારે છે. જ્યારે માઉન્ટ એવરેસ્ટમાં આ 40-60 સુધી છે. જે તેના ચઢાણને મુશ્કેલ બનાવે છે. આ પણ એક કારણ છે કે પર્વતારોહી એવરેસ્ટ પર તો ચઢી જાય છે. પરંતુ કૈલાશ પર્વત પર ચઢી શકતા નથી.
દાવો કરવામાં આવે છે કે કેટલીક વખત કૈલાશ પર્વત પર 7 પ્રકારની લાઇટ આકાશમાં ચમકતી જોવા મળી છે. નાસાના વૈજ્ઞાનિકોઓનું એવું માનવું છે કે આવું ચુંબકીય બળના કારણે થાય છે.