કચુંબર માં કહેવાતી આ કાકડીના છે અઢળક ફાયદાઓ જાણો આજે જ

કચુંબર માં કહેવાતી આ કાકડીના છે અઢળક ફાયદાઓ જાણો આજે જ

કાકડી માત્ર તમારી ત્વચા માટે જ આશીર્વાદ રૂપ નથી પણ તેના નિયમિત અને સંયમિ સેવનથી તમારા શરીરને પણ અઢળક લાભ પહોંચે છે.ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે.કાકડીની અંદર ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં મળી આવતુ હોય છે જે શરીરને માટે ગુણકારી સાબિત થાય છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામા પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે.કાકડી ખાવાથી તમને બીજા શું શું લાભ મળે છે,તે આ પ્રકાર છે.

ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત : ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં કાકડી ખૂબ મદદરૂપ હોય છે.તેની અંદર ઘણી પ્રકારનાં એન્ટિ ઓક્સિડેન્ટ રહેલા હોય છે જે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમને સરસ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને આમ થવાથી તમારા શરીરની રક્ષા ઘણી પ્રકારની બિમારીઓથી થાય છે.

હાડકા મજબૂત બને : કાકડીની છાલની અંદર સિલિકા મળી આવે છે જે હાડકાને માટે ખૂબ લાભદાયક હોય છે.એટલા માટે કાકડીને છાલ સાથે ખાવાથી હાડકાને ફાયદો થાય છે અને તમારા હાડકા મજબૂત બની જાય છે.

કબજિયાતની સમસ્યામાં મળે રાહત : પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને અપચાથી છૂટકારો અપાવવામાં કાકડી ખૂબ ફાયદાકારક હોય છે.દરરોજ કાકડી ખાવાથી ઝેરી પદાર્થો શરીરની બહાર નિકળી જતા હોય છે અને આમ થવાથી પેટ એ કદમ બરાબર રહે છે.ત્યાં જ તેની અંદર ફાઇબર મળી આવે છે જેના કારણે તમને કબજિયાત અને અપચાની તકલીફ નથી થતી.

ત્વચાને નિખારે : કાકડીને ખાવાથી અને તેને ચહેરા પર લગાવવાથી ત્વચાને ખૂબ લાભ મળે છે.જો તમારા ચહેરાં ટેનિંગ થઈ ગઇ છે તો તમે કાકડી કાપીને તેને મેશ કરી લો કે તેનો જ્યૂસ કાઢી લો.બાદમાં તેના જ્યૂસને ચહેરા પર લગાવી દો.૧૫ મિનિટ સુધી તેને આમજ રહેવા દો અને જ્યારે આ સુકાઈ જાય તો તમે સાફ પાણી વડે ચહેરો ધોઈ લો.કાકડી ચહેરા પર લગાવવાથી ન ફક્ત તમારા ચહેરાની ટેનિંગ દૂર થશે પરંતુ તમારા ચહેરા પર નિખાર પણ આવી જશે.તમે ગરમીની ઋતુમાં અઠવાડિયામાં બે વાર કાકડી ચહેરા પર જરૂરથી લગાવો.

કાળા ઙાધ કરે દૂર : આંખોની નીચે ડાર્ક સર્કલ થવા પર તમે કાકડીની બે સ્લાઈસ આંખો પર રાખી લો અને ૧૦ મિનિટ સુધી તેને આંખોની નીચે રહેવા દો.દરરોજ આજ રીતે ૧૦ મિનિટ સુધી આંખોની નીચે કાકડી રાખવાથી તમારા ડાર્ક સર્કલ ઓ છા થવા લાગશે અને અમુક સમય બાદ એ એ કદમ ગાયબ થઈ જશે.

મોંની દુર્ગંધ થાય ખતમ : મોંમાથી દુર્ગંધ આવવા પર કાકડીનાં એક ટુકડાને પોતાના મોંમાં થોડીવાર માટે રાખી લો.આમ કરવાથી મોંમાં દુર્ગંધ પેદા કરનાર જીવણ મરી જશે અને તમને મોંમાથી દુર્ગંધ આવવાની મુશ્કેલીથી રાહત મળી જશે.તમે વધારે પ્રમાણમાં કાકડીનું સેવન ન કરો : કારણ કે કાકડીની અંદર ખૂબ પ્રમાણમાં ફાઇનર મળી આવે છે અને અધિક ફાઇબરનુ સેવન કરવાથી પેટમાં દુખાવો થઇ શકે છે.ઘણા લોકો કાકડીનું જ્યૂસ પીવાનું પસંદ કરે છે.પરંતુ કાકડીનાં જ્યૂસને વધુ માત્રામાં ન પીવો જોઈએ .ક્યારેય પણ વધારે કડવી કાકડીનું સેવન ન કરવું કારણ કે તે સ્વાસ્થય માટે હાનિકારક બની શકે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *