કાચ તૂટે તો શું ખરેખર થાય અપશુકન? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

અરીસો, દર્પણ, કાચ, શીશો, મીરર દરેક ઘરમાં હોય જ અને આપણે તેનો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. ઘરે કાચની વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલીકવાર અચાનક અથવા કોઈ કારણસર કાચ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેની અવગણના કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે કાચ ટૂટવાને અશુભ સંકેત માની લે છે.
શું ખરેખર કાચનું ટૂટવુ શુકન અપશુકન છે કે પછી માત્ર આપણા મનની ધારણા છે. જો આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ, તો ઘરે કાચનું તુટવુ કેટલાક ખાસ સંકેત તરફ ઇશારો કરે છે. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ, કાચ તૂટવાની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો
શુભ કે અશુભ સંકેત
વાસ્તુ મુજબ ઘરમાં કંઈપણ વસ્તુ ખાસ કરીને તે કાચની હોય તો ખાસ સંકેત કરે છે. એવું માનવામાં આવે છે કે કાચ તૂટી જવાને કારણે પરિવાર પર મોટી સમસ્યા આવવાનું સૂચવે છે. પરંતુ આની વિરુદ્ધ કેટલાક લોકો માને છે કે કાચ તૂટવાથી સારા સંકેત છે કોઈ પણ સમસ્યાઓ થવાથી અટકાવે છે, એટલે કે કાચ તૂટે તેની સાથે તમામ સમસ્યાઓ તૂટીને વિખેરાઇ જાય છે. આપણે ત્યાં તો કેટલાક માને છે કે કાચ ફૂટ્યો જરૂરથી લાભ મળશે.
કાચ તૂટે તો શું કરવું?
આપણે બધા આપણી છીએ કે અરીસામાં આપણું પ્રતિબિંબ પડે છે એવું માનવામાં આવે છે કે તેમાં આપણો આત્મા દેખાય છે. આવી સ્થિતિમાં કાચ તૂટી જવાથી વ્યક્તિને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુના મતે, જો ઘરમાં કાચ તૂટે તો તે બગીચામાં રહેલ કૂંડમાં જઈને તમારે તમારું પ્રતિબિંબ જોવું જોઈએ. આ કરવાથી, તૂટેલા કાચની અશુભ પ્રભાવની અસર દૂર થાય છે.
આ બાબતોનું ધ્યાન રાખો
- ક્યારેય ગોળ અથવા અંડાકાર કાચ ન ખરીદો. આનાથી ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા નકારાત્મકમાં બદલાય છે.
- હંમેશાં ચોરસ આકારનો અરીસો ઘરે રાખો.
- અરીસાની ફ્રેમ ખૂબ તેજસ્વી રંગ ની ન હોવી જોઈએ. હંમેશાં લાઇટ કલર વાદળી, સફેદ, ક્રીમ, આછો બ્રાઉન વગેરે રંગની ફ્રેમ ખરીદો.
- ગ્લાસને બેડરૂમમાં બેડની નજીક ન મૂકો.