કાબુલથી ઉડેલા એ પ્લેન પર લટકેલા અફઘાનીઓ સાથે શું થયું? અમેરિકન સેનાનો ધ્રુજાવી દે તેવો ખુલાસો

કાબુલથી ઉડેલા એ પ્લેન પર લટકેલા અફઘાનીઓ સાથે શું થયું? અમેરિકન સેનાનો ધ્રુજાવી દે તેવો ખુલાસો

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ભરડામાંથી ભાગવા માટે અમેરિકન પ્લેનના પૈડા પર લટકી જનારા લોકો વિશે અમેરિકન સેનાએ મોટો ખુલાસો કર્યો છે. અમેરિકન સેનાએ કહ્યું કે, તેમને પોતાના વિમાન C-17ના પૈડાઓમાં માણસોના અવશેષ મળ્યા છે. આ દરમિયાન અમેરિકન વિમાનના પૈડાઓ પર ચઢી ગયેલા લોકોનો એક અન્ય વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ વિમાન પર બેઠેલા જોવા મળી રહ્યા છે અને ખુશ થઇને વિડિયો બનાવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે વિમાન ઉપર બેઠેલા લોકો નીચે પડી ગયા અને જે બચ્યા તેમના ત્યાં જ ફસાઈને મોત થઈ ગયા. લોકોએ આકાશમાંથી પડતા અફઘાનીઓના વિડીયો પણ જોયા. મંગળવારના અમેરિકન વાયુસેનાએ જાણકારી આપી હતી કે કતારમાં લેન્ડ કરનારા સી-17 વિમાનના વ્હીલ વેલમાં માનવ અવશેષો મળ્યા છે. ગ્લોબલ ટાઇમ્સના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં કાબુલ એરપોર્ટની વાસ્તવિક સ્થિતિ જોવા મળી રહી છે.

વિડીયોમાં દેશ છોડીને ભાગી રહેલા હજારો લોકો રનવે પર જોવા મળી રહ્યા છે. આમાંથી કેટલાક લોકો રનવે પર ચાલી રહેલા એરક્રાફ્ટ પર લટકેલા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોવા મળી રહેલા આ લોકો પર ના કોઈપણ ડર છે અને ના કોઈ જ ચિંતા. આ લોકો નિશ્ચિંત જોવા મળી રહ્યા છે અને ત્યાં ઉભેલા તેમના સાથીઓ સામે હાથ હલાવીને અલવિદા કહી રહ્યા છે.

તો હવે અમેરિકન સેનાએ જાણકારી આપી છે કે કાબુલથી ઉડેલા C-17 ગ્લોબમાસ્ટરે કતારમાં જ્યારે લેન્ડ કર્યું તો તેના વ્હીલમાં કેટલાક માનવ અવશેષો મળ્યા છે. જાણકારી પ્રમાણે કાબુલ એરપોર્ટ પર 2 દિવસમાં દેશ છોડવા માટે વિમાન પર સવાર થવાના પ્રયત્નમાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *