કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, હવામાં ઉડતા વિમાનમાંથી 3 મુસાફરો પટકતા મોત

કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, હવામાં ઉડતા વિમાનમાંથી 3 મુસાફરો પટકતા મોત

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાને (Taliban) ભલે પોતાની જીતના ઉદઘોષ સાથે યુદ્ધના અંતની જાહેરાત કરી દીધી હોય પરંતુ આ ત્રાસદીની ભયાવહ તસવીરો સામે આવી રહી છે. તાલિબાન (Taliban) ના રાજની વાપસીના ડરથી અફઘાનિસ્તાનના હજારો લોકો કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. અહીં સુધી કે અફઘાનિસ્તાનથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે કેટલાક લોકો પોતાની જીંદગી પણ દાવ પર લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) થી નિકળેલા એક વિમાનના ટાયર પર ત્રણ લોકો લટકતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિમાન સી-17 ના ટાયર પર લટકેલા લોકો એક ઘરની છત પર પડી રહ્યા છે. ઘણા લોકો આ ક્લિપ શેર કરી અમેરિકાને પણ ધિક્કાર કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, આ તસવીરો અમેરિકાને ડરાવતી રહેશે. અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના લીધે તાલિબાનને ફરીથી તક મળી ગઇ છે.

સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ટોલો ન્યૂઝે આ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં લોકો ટેક ઓફ કરી રહેલા પ્લેનની નીચે ભાગતાં જોવા મળી રહ્યા છે. તેનાથી મોટી ત્રાસદી બીજું શું કોઇ શકે

સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર, કાબૂલ એરપોર્ટ પર દોડધામની સ્થિતિ છે અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. હજારો લોકો પ્લેનમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેને એક ગાડીમાં પાંચ લોકોની લાશને લઇ જતાં જોઇ છે. જોકે એ સ્પષ્ટ નથી કે ગોળી વાગવાથી તેનું મોત થયું અથવા પછી એરપોર્ટ પર મચેલી દોડધામથી. એક અમેરિકન અધિકારીએ અલજજીરાએ જણાવ્યું કે એરપોર્ટની જવાબદારી સંભાળી રહેલી અમેરિકન સેનાએ ભીડને વિખરવા માટે હવામાં ફાયરિંગ કર્યું.

કાબુલ એરપોર્ટ (Kabul Airport) ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે હામિદ કરજઇ એરપોર્ટ પરથી જનાર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરપોર્ટ પર લૂંટ અને દોડધામ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી કે એરપોર્ટ ન ભાગે.

અલજજીરાના રિપોર્ટ અનુસાર તાલિબાન સત્તા સંભાળ્યા બાદ કાબુલ એરપોર્ટમાં અસલી સંકટ જોવા મળી રહ્યું છે. એરપોર્ટ બહાર સ્થિતિ ખરાબ નથી. મોટાભાગના ભાગમાં સુરક્ષાબળોએ હથિયાર મુકી દીધા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *