જૂની નોટ અને સિક્કાનાં લાખો મળશે એવી સ્કીમમાં ફસાંતા નહીં, જુઓ RBIએ શું આપી ચેતવણી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના એક નિવેદનમાં સામન્ય નાગરિકોને એક્દમ સચેત રહેવાનું કહ્યું છે. આ નિવેદનમાં કહ્યું છે કે ખોટા અને લૂંટનારી ઓફરોથી બચો, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નામનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવી લે છે.
જૂના સિક્કા અને નોટને લઈ લૂંટી રહ્યા છે લોકો
ભારતીય રિઝર્વ બેંકે જૂની નોટ અને સિક્કાની ખરીદીની સંબંધમાં ખોટી ઑફર્સની લાલચ આપી નાગરિકોને ફસાવવાની રીતથી સાવધાન કર્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે કેટલાક લોકો ખોટા કામ કરીને, RBIના નામનો ઉપયોગ કરીને, RBIના લોગોનો ઉપયોગ કરીને વિવિધ રીતે ઓનલાઈન અને ઓફલાઇન પ્લેટરફોર્મના માધ્યમથી જૂની નોટો અને સિક્કાની ખરીદી અને વેચાણને લઈ લોકો પાસેથી રકમ, કમિશન, ટેક્સની માંગ કરી રહ્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કરી આ વાત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અહિયાં પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ કર્યું છે કે અમે આવી કોઈ પણ ઑફર્સમાં હસ્તક્ષેપ નથી કરતાં, કે પછી આવા કોઈ પણ પ્રકારના કેસમાં કોઈ રકમ કે કમિશન લેતું નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સામાન્ય નાગરિકને સાવધાન કરીને કહ્યું કે ઓનલાઈન અને ઓફલાઇન પ્લેટરફોર્મના માધ્યમથી જૂની નોટો અને સિક્કાની ખરીદી અને વેચાણને લઈ લોકો પાસેથી રકમ, કમિશન, ટેક્સની કોઈ પણ પ્રકારની માંગ કરી નથી. નીચે આપેલ લખાણ મુજબના સંદેશ ફરી રહ્યા છે.
પૈસાનો સિક્કો બનાવી દેશે લાખો પતિ
25 પૈસાનો સિલ્વર કલરનો સિક્કો હોય તો તમે તે ઓનલાઇન 1.50 લાખ રૂપિયા મળી શકે છે. જૂના સિક્કાઓને તમે ઈન્ડિયામાર્ટ પર વહેંચી શકો છો. આ માટે તમારે સિક્કાની બંને સાઈડનો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે. જે વધુ બોલી લગાવશે, તે પૈસા તમને મળશે. આ સાથે જ 5 પૈસા અને 10 પૈસાના સિક્કા વહેંચીને પૈસા કમાય શકો છો. એટલે જો તમને આવા કોઈ મેસેજ આવે છે કે તેની જાણકારી બીજી કોઈ પ્લેટફોર્મ પર મળે છે તો તેનું ધ્યાન રાખવું. પણ આ સિક્કા માટે શરત એટલી છે કે તમારી પાસે રહેલ સિક્કા પર માં વૈષ્ણવદેવીનો ફોટો હોવો જોઈએ અને સિક્કો 2000ની સાલનો જ હોવો જોઈએ.