જૂની કબજિયાતને દૂર કરવાનો ઉપાય, પેટ સાફ કરવાનો સરળ ઉપાય.

Posted by

આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેથી આજે અમે તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ.

કબજીયાત થવાના કારણો

ભોજનમાં ફાયબરનો અભાવ શરીરમાં પાણીની અછત ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ન કરવી. કેટલીક દવાઓનું સેવન કરવું મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું કેલ્શિયમ અને પોટેશિયમની અછત ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી.યોગ્ય સમયે ભોજન ન લેવાથી.

લસણ

કબજિયાતથી પીડાતા લોકોએ જમવામાં લસણનું સેવન કરવું જોઇએ, લસણ મળને નરમ કરે છે અને સરળતાથી તમારા આંતરડાની બહાર નીકાળવામાં મદદ કરે છે. તેમા રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થતા સોજાને પણ ઓછો કરે છે. તમે રોજ સવારે પણ 1 કળી લસણ ગળી શકો છો.

પાણી

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે આખા દિવસમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ. સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાના મોટા રોગોનો નાશ થઇ જાય છે. સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.

મેથી દાણા

મેથી પણ કબજિયાતની સમસ્યા માટે ઉત્તમ મનાય છે, દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવીને પીવું જોઇએ. મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે. દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ સિવાય રોજ રાતે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી સવારે તેણે ઉકાળી નવશેકું રહે એટલે નરણાં કોઠે પીવાથી પણ પેટની સમસ્યાઓ ખતમ થાય છે. એસિડિટી, પેટનો દુખાવો, આફરો, બેચેની જેવી સમસ્યામાં મેથી દાણાનું સેવન બેસ્ટ છે.

વરિયાળી

વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.

કેસ્ટર ઓઈલ (દીવેલ)

આ નાના અને મોટાં આંતરડાને સ્ટિમ્યૂલેટ કરે છે અને બોવેલ મૂવમેન્ટને ઈમ્પ્રૂવ કરે છે. તેના ઉપયોગ માટે 2 ચમચી દીવેલ 1 કપ નવશેકા દૂધમાં મિક્સ કરી રોજ રાતે સૂતી વખતે પીવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *