જૂન મહિનામાં વાવાઝોડાની ઘાત ! ગુજરાત પર ઘાત! અંબાલાલની આગાહી

જૂન મહિના માટે મોટી આગાહી કરી છે. અંબાલાલના (ambalal patel) મતે ગુજરાત પર એક- બે નહીં પણ ત્રણ મોટી આકાશી આફત મંડરાઈ રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં એક મોટા ચક્રવાતની હલચલ શરુ થઈ છે. ચક્રવાત તો બંગાળની ખાડીમાં છે. પરંતુ દરેક ગુજરાતવાસીઓને સવાલ થઈ રહ્યો છે કે, આખરે બંગાળની ખાડીના ચક્રવાતની ગુજરાત પર કેવી અને કેટલી અસર થઈ શકે? આ તમામ સવાલોના જવાબો અંબાલાલે આપ્યા છે.
વધુ વાંચો:-
ગુજરાત પર ત્રણ મોટી આકાશી આફત. અંબાલાલના મતે હવે પછીના દિવસોમાં ભુક્કા બોલાવી દેતી ગરમી તો પડવાની છે, પણ ફરી આંધી વંટોળનો પ્રકોપ રહી શકે છે. એટલું જ નહીં, ફરી એક વખત ખેડૂતો પર માવઠું આફતરૂપ બનીને આવી શકે છે. અંબાલાલ પટેલે તારીખો સાથે ત્રણેય આફતોની આગાહી કરી છે.
એવું નથી કે, બંગાળની ખાડીમાં માત્ર એક જ વાવાઝોડું ત્રાટકી શકે છે. અંબાલાલના મતે બેક ટુ બેક વાવાઝોડાઓ ત્રાટકશે અને તેથી જ તેમણે વર્ષ 2023ને નામ પણ આપી દીધું છે. ગુજરાતમાં 2023નું વર્ષ વાવાઝોડાનું રહેશે અને ફરી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત, ગુજરાત પર તેની અસર થઈ શકે છે. 11મી બાદ વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાકે 100 કિમીની હોઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું, જ્યારે ગુજરાતમાં આકરી ગરમી પડશે.
ગુજરાતમાં ગરમી પડશે, જ્યારે સમુદ્રમાં હલચલ જોવા મળશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં બીજું ચક્રવાત સર્જાઈ શકે છે. એક વાવાઝોડા બાદ બેક ટુ બેક બીજું વાવાઝોડું ત્રાટકશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ઊંચા મોજા ઉછળી શકે છે.
અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાતમાં 2023નું વર્ષ સાઈક્લોનનું રહેશે.જૂન મહિનામાં બેથી ત્રણ ચક્રવાતનો મારો રહી શકે છે. 18મી નવેમ્બર બાદ પણ વાવાઝોડાનું સંકટ રહી શકે છે. 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
વધુ વાંચો:-