જ્યુસ વેચતા દાદીમા નો વિડીયો જોઈ ભાવનાશીલ થયા લોકો, મીડિયાએ મદદ માટે હાથ લંબાવ્યા

જ્યુસ વેચતા દાદીમા નો વિડીયો જોઈ ભાવનાશીલ થયા લોકો, મીડિયાએ મદદ માટે હાથ લંબાવ્યા

સોશિયલ મીડિયા પર આપણે રોજ કેટલાય નવા નવા વીડિયો જોતા હોઈએ છીએ. અમુક વીડિયો મજેદાર હોય છે. જ્યારે અમુક વીડિયો જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. તો વળી કેટલાક વીડિયો ઈમોશનલ પણ કરી દેતા હોય છે. જે આપની આંખોમાંથી આંસૂ લાવવા માટે મજબૂર કરી દે છે. આવો જ એક વીડિયો હાલ સો. મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને આપની આંખોમાંથી આંસૂ આવી જશે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક વૃદ્ધ દાદીમાં જ્યૂસ વેચી રહી છે.

અહીં આપેલા આ વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક વૃદ્ધ દાદીમાં જીવન નિર્વાહ કરવા માટે થઈને કેટલી મથામણ કરી રહ્યા છે. આટલી મોટી ઉંમરમાં પણ રોજીરોટી માટે તેમને કેટલી મહેનત કરવી પડે છે.

તેમ છતાં પણ તેમના ચહેરા પર જરાં પણ થાક કે ઉદાસી જોવા મળતી નથી. આ વૃદ્ધ મહિલા હસતા હસતાં પોતાનું કામ કરી રહ્યા છે. જ્યૂસ વેચતા આ દાદીનો વીડિયો ઈંસ્ટાગ્રામ પર lifeofpunjabiofficial અકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કહેવાયુ છે કે, આ વૃદ્ધ મહિલા અમૃતસરના રાની દા બગીચાની બહાર આવેલા SBI બેંકની સામે, ઉપ્પલ ન્યૂરો હોસ્પિટલની નજીક જ્યૂસ વેચી રહી છે. ખ્યાતનામ પંજાબી સિંગર અમી વિર્કે આ વીડિયો પર કમેન્ટ કરી છે. જે બાદ લોકો આ વૃદ્ધ મહિલાની મદદ માટે આગળ આવી રહ્યા છે અને તેમને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને મદદ માટે લોકોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.