જોઇને જ મોંમાં આવી જશે પાણી, આ રીતે બનાવો પનીર કોર્ન રોલ

Posted by

એક તરફ વરસાદ વરસી રહ્યો હોય અને કંઇક ગરમા ગરમ ખાવાનું મળી જાય તો તેની મજા જ કંઇક અલગ હોય છે. તો આજે અમે તમારા માટે પનીર અને સ્વીટ કોર્નની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝટપટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પનીર કોર્ન રોલ.

સામગ્રી

100 ગ્રામ – છીણેલું પનીર

1/2 કપ – મકાઇના દાણા

8 નંગ – બ્રેડ સ્લાઇસ

2 નંગ – ઝીણી સમારેલી ડુંગળી

1/2 ચમચી – આદુ-લસણની પેસ્ટ

2-3 નંગ – લીલા મરચાં

1 નાની ચમચી – કાળામરી પાઉડર

2 ચમચી – લીંબુનો રસ

3 મોટી ચમચી – કોર્ન ફ્લોર

1 મોટી ચમચી – ટોમેટો કેચઅપ

સ્વાદાનુસાર – મીઠું

તરવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડીયમ આંચ પર 2 ચમચી તેલ ગરમ કરી લો. તે તેલ ગરમ થતા તેમા ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા, કાળામરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને 2-3 મિનિટ ચઢવા દો. ત્યાર પછી તેમા સ્વીટ કોર્ન(મકાઇના દાણા) , પનીર, કેચઅપ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ગેસની આંચ બંધ કરીને મસાલાને ઠંડો થવા દો. હવે એક વાસણમાં કોર્ન ફ્લોર, મીઠું અને પાણી ઉમેરીને તેનું ખીરૂ તૈયાર કરી લો. હવે કઢાઇમાં મીડીયમ આંચ પર તેલ ગરમ કરી લો. બ્રેડ સ્લાઇસની ચારેય તરફથી કિનારી કટ કરી ઉપરથી વેલણ વડે વણી લો. હવે આ સ્લાઇસની વચ્ચે તૈયાર મસાલો રાખીને તેને રોલ કરી લો. હવે આ રોલને તૈયાર ખીરામાં ડૂબાડીને તેને ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના કરકરા થાય ત્યા સુધી તળી લો. તૈયાર છે ગરમા ગરમા પનીર સ્વીટ કોર્ન રોલ.. જેને તમે ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *