જો વોડાફોન-આઈડિયા બંધ થઈ તો 28 કરોડ ગ્રાહકો અને 8 બેન્કો પર પડશે અસર

જો વોડાફોન-આઈડિયા બંધ થઈ તો 28 કરોડ ગ્રાહકો અને 8 બેન્કો પર પડશે અસર

ભારતનુ ટેલિકોમ સે્કટર આજકાલ ચર્ચાનો વિષય બન્યુ છે અને ખાસ કરીને વોડાફોન-આઈડિયા કંપનીના ભવિષ્યને લઈને અટકળો થઈ રહ્યો છે.

વધતા જતા નુકસાન અને નવુ રોકાણ નહીં આવી રહ્યુ હોવાથી કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે. એટલે સુધી કે કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તો પોતાના પદથી રાજીનામુ આપી દીધુ છે. જો કંપની બંધ થઈ તો તેની અસર દેશના 28 કરોડ ગ્રાહકો તેમજ દેશની મોટી 8 બેન્કો પર જોવા મળશે.

વોડાફોન આઈડિયા કંપની પર હાલમાં 1.80 લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે. જે કંપનીએ અલગ અલગ સ્વરૂપે લોન તરીકે લીધેલી રકમ છે. જેમાં બેન્કો પણ સામેલ છે.જો કંપની બંધ થઈ તો બેન્કોના હજારો કરોડો રૂપિયા સવલાઈ જશે.

કઈ બેન્કે વોડાફોન આઈડિયાને કેટલી લોન આપેલી છે તેના આંકડા નીચે પ્રમાણે છે

આઈડીએફસી 3240 કરોડ

યસ બેન્ક 4000 કરોડ

પીએનબી 3000 કરોડ

એસબીઆઈ 11000 કરોડ

આઈસીઆઈસીઆઈ 1700 કરોડ

એક્સિસ બેન્ક 1300 કરોડ

એચડીએફસી બેન્ક 1000 કરોડ

ઈન્ડસઈન્ડ બેન્ક 3500 કરોડ

જોકે કંપની બંધ થઈ તો 28 કરોડ મોબાઈલ ગ્રાહકો પર તેની અસર દેખાશે. આ ગ્રાહકોના ફોન નંબર પણ કંપની બંધ થઈ તો બંધ થઈ જશે. જોકે તેનો ફાયદો જીયો, એરટેલ જેવી કંપનીઓને મળશે.

વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ સરકારને કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવાની ઓફર કરી હતી. જોકે સરકારે તેનો જવાબ નહીં આપતા તેમણે રાજીનામુ આપ્યુ હતુ અને તેના કારણે કંપની બંધ થશે તેવી અટકળો શરૂ થઈ છે.

જોકે કંપનીના સીઈઓએ પોતાના કર્મચારીઓને આશ્વસાન આપ્યુ છે કે, પેનિક થવાની જરૂર નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે

જોકે નવુ ફંડ મેળવવાના કંપનીના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તાજેતરમાં આઈડિયા અને વોડાફોનનુ મર્જર પર થયુ હતુ. જોકે કંપની સતત ખોટમાં છે અને તેના પર 1.80 લાખ કરોડનુ દેવુ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.