જો તમારું નામ ‘નીરજ’ છે તો તમને આ પંપ પર સાંજ સુધી મળશે રૂ. 501નું ફ્રી પેટ્રોલ

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જનાર ભારતના સ્ટાર એથ્લિટ નીરજ ચોપરાના સન્માનમાં દેશ વારી ગયો છે. દેશના ખુણે ખુણેથી નીરજ પર ઈનામોનો વરસાદ વરસી રહ્યો છે. જોકે, ગુજરાતના એક પેટ્રોલ પંપ સંચાલકે નીરજની જીતની ખુશીમાં નીરજ નામ ધરાવતા તમામ લોકો માટે બે દિવસ મફત પેટ્રોલ આપવાની જાહેરાત કરી.

આ પેટ્રોલ પંપ છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનમાં આવેલો ઇન્ડિયન ઓઇલનો પંપ જ્યાં ગઈકાલે એક બોર્ડ મારવામાં આવ્યું અને તેનાથી સૌ આશ્ચર્ય સાથે ખુશ થતા હતા. પંપ પર સૂચના મૂકવામાં આવી કે જેનું પણ નામ નીરજ હશે તેના માટે રૂપિયા 501નું પેટ્રોલ મફત.

નેત્રંગના એસ.પી પેટ્રોલ પંપના આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા. નીરજ નામ ધરાવતી કોઈ પણ વ્યક્તિને રવિવારથી સોમવારે સાંજે 5.00 વાગ્યા સુધી મફત પેટ્રોલ આપવાની જાહેરાત કરવામાં આવી તે સૌને ગમ્યું.

પંપની શરત ફક્ત એટલી જ હતી કે તમારું નામ નીરજ હોય તો તમારે તમારું સત્તાવાર ઓળખ પત્રક રજૂ કરવાનું રહેશે અને સોમવારે સાંજે 5.00 વાગ્યા સુધી તેઓ સ્કીમ હેઠળ પેટ્રોલ આપશે. આમ નીરજે દેશને કેટલું ગૌરવ અપાવ્યું છે તે આ જાહેરાતો પરથી જાણી શકાય છે.

 જો તમે પણ ભરૂચ જિલ્લાના કે નેત્રંગના રહેવાસી છો અને આ વિસ્તારમાં છો અને તમારું નામ નીરજ છે તો ગોલ્ડ મેડલની આ ખુશીમાં 501 રૂપિયાનું મીઠું મોઢું કરાવવા જેવી આ ઘટનાનો લાભ તમે પણ લઈ શકો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *