હિંદુ પરિવારોમાં મોટાભાગના ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવવામાં આવે છે. તુલસીએ પવિત્ર છોડ છે. તે પરિવારથી સુખાકારી વિશે શુભ – અશુભ સંકેત આપે છે. પણ તુલસી એ ગરવો છોડ છે. જેને ગુજરાતી ભાષામાં આપણે રાંક કહીએ તે પ્રકારનો. જો તુલસી સાથે અન્ય આ છોડ હશે, તો ઘરમાં આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધાર આવે છે. માટે ઘરમાં તુલસી સાથએ અન્ય છોડ -ઝાડ વાવવા એ વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ઈચ્છનિય છે. જાણો તુલસી સાથે અન્ય કેવા પ્રકારના છોડ હોવા જોઈએ.
આ તુલસીનો છોડ વાવવાથી આંગણાની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. તેની સાથે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક પૂજા-વિધિના પ્રસાદમાં તુલસીનું પાન મૂકવાથી તે પ્રસાદ પવિત્ર બની જાય છે. તુલસીનો છોડ દરેક પોતાના આંગણામાં રાખવા તો ઇચ્છે છે, પરંતુ તે છોડની આસપાસ ક્યા છોડ રાખી શકાય? કે ક્યા છોડ ન રાખી શકાય? એ જાણો. તુલસી વાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી દેવીની કૃપા ઉતરે છે. પણ સાથોસાથ કેટલાંક છોડ સ્થિતિને વધું સારી રીતે મજબૂત બનાવે છે. ઘરમાં પૈસા હોવા છતાં પણ ઘરમાં પૈસાની તંગી રહ્યા કરતી હોય તો તુલસી સાથે અન્ય છોડને વાવો. આમ કરવાથી તમારી પરેશાનીઓ તો દૂર થઈ જ જશે, પરંતુ માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર હંમેશાં માટે બની રહેશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યું વૃક્ષ વાવવું ?
મકાન બાંધતી વખતે તે મકાનની ડિઝાઈન વાસ્તુ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી કરીએ છીએ તે જ રીતે ઘરના આંગણામાં કે બગીચા છોડ-વૃક્ષ વાવતી વખતે વાસ્તુ મુજબ તે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી પણ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તો તુલસી, કેળાં, ચંપા, કેતકી વગેરે વૃક્ષ-છોડ ઘરના બગીચામાં વાવવાને શુભ માનવામાં આવે છે. તેને વાવવાથી ક્યારેય ધનની અછત સર્જાતી નથી. તુલસીના છોડ પાસે કેળનું વૃક્ષ વાવવું જોઇએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથો સાથ માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે
તુલસીની આસપાસ આ વૃક્ષ ન વાવવા જોઇએ
જે છોડ કે વૃક્ષની ડાળ કે પાનને તોડવાથી તેમાંથી દૂધ નીકળે તો એવા વૃક્ષોને ઘરની આસપાસ વાવવા જોઇએ નહીં. આવા વૃક્ષ વાવવાથી આર્થિક નુકસાન થાય છે તથા પૈસાની તંગી સર્જાય છે.
વાસ્તુ દોષના નિવારણ માટે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વૃક્ષ-છોડ વાવતાં સમયે જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો ઘરના બગીચામાં પણ વાસ્તુદોષ લાગી શકે છે. તેનું પરિણામ લાંબા સમય સુધી ભોગવવું પડે છે