તમને જાણીને નવાઈ લાગશે કે, સેક્સ તમને તંદુરસ્ત રાખી શકે છે. એટલું જ નહીં, તેનાથી તમે કેટલાક રોગોથી પણ દુર રહી શકો છો અને તેનાથી તમારું મગજ પણ ફ્રેશ રહે છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે, સેક્સ એક એવી દવા છે કે જેને દરેક પુરુષે રોજ લેવી જોઈએ. તો ચાલો જાણીએ, સેક્સના એવા ફાયદા જે રોજના સહવાસથી પ્રાપ્ત થાય છે.
સારા પ્રકારની કસરત છે
ઈન્ટરકોર્સ દરમિયાન તમારા શરીરમાં થતાં માનસિક પરિવર્તનો તમે વર્કઆઉટ કરો તેવા જ પરિવર્તન લાવે છે. તેનાથી તમે તમારા ધબકારામાં વધારો થવા જેવા પરિવર્તન પણ મહેસૂસ કરી શકો છો. તેનો અર્થ એ થાય છે કે, તમને તેનાથી થાકનો અનુભવ થાય છે. અને તેનાથી અફકોર્સ તમે કેલરીઝ પણ બર્ન કરો છો. જો તમે સપ્તાહમાં ત્રણ દિવસ સરેરાશ 15 મિનિટ સેક્સ કરો તો તમે એક વર્ષમાં 7,500 કેલરી બર્ન કરી શકો છો. આટલી કેલરી બર્ન કરવા સામાન્ય રીતે 75 માઈલ ચાલવું પડે છે.
પ્રોસ્ટેટ પ્રોટેક્શન
સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાંથી જે ફ્લુઈડ બહાર આવે છે તે તેમના પ્રોસ્ટેટમાં સંગ્રહાયેલું હોય છે. જો તે બહાર ન આવે તો તેનાથી સોજાથી લઈને બીજા પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તેનો રેગ્યુલર સ્રાવ થતો રહે તો મોટી ઉંમર સુધી પણ પ્રોસ્ટેટની કોઈ સમસ્યા નથી થતી.
સ્ટ્રેસ રિલિફ
એ સાયન્ટિફિક ફેક્ટ છે કે, સેક્સ એક અસરકારક સ્ટ્રેસ રિલિફ છે. સેક્સ દરમિયાન શરીરમાં ડોપામીનનું સર્જન થાય છે, જે સ્ટ્રેસ સામે લડવા ખુબ જ ઉપયોગી છે. તેને એન્ડોર્ફિન્સ તરીકે ઓળખાતા ‘હેપિનેસ હોર્મોન’નો પર્યાય પણ માનવામાં આવે છે
પેઈન રિલિફ
ઈન્ટરકોર્સ દરમિયાન સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં એન્ડ્રોફિન્સનો સ્રાવ થાય છે. આ હોર્મોન પેઈનકિલરનું કામ કરે છે. એક સર્વે અનુસાર ઈન્ટરકોર્સ અને ખાસ તો ઓર્ગેઝમ વખતે ગમે તેવું દર્દ વ્યક્તિ ભૂલી જાય છે.