જીવનમાં આટલી ભૂલ તો ક્યારેય ના જ કરતા કારણકે…

૧. ભગવાન ભોલેનાથ એ લોકોને હંમેશા દુઃખી રાખી બીજાને તકલીફ આપે અને બીજા સાથે ખરાબ કામ કરી નુકસાન પહોંચાડે. આ વિચારવાળા વ્યક્તિઓ ભગવાન શિવની નજરોમાં હર હાલમાં માફીને લાયક નથી હોતા. આ પ્રકારના લોકોને ભગવાન શિવ સજા આપે છે.
૨. કોઈ ગર્ભવતી મહિલા અથવા માસિક દરમિયાન કોઈ મહિલાને ખરાબ વચન કહેવું તે પણ પાપ છે. તમારી વાતથી તેનું દિલ દુખાવવું શિવની નજરોમાં અપરાધ અને પાપ છે.
૩. સમાજમાં કોઈ પણ વ્યક્તિના માનસન્માનને હાનિ પહોંચાડી તેની પીઠ પાછળ તેની વાત કરી અફવાહ ફેલાવી તે પણ એક અક્ષમ્ય પાપ છે. આ પાપની સજા આજે નહીં તો કાલે ભોગવવી પડે છે.
૪. કોઈ વ્યક્તિના માન- સન્માનને હાનિ પહોંચાડવા માટે ખોટું બોલવું તે છલની શ્રેણીમાં આવે છે. આ માફ ના કરી શકાય તેવા પાપના ભાગીદાર છે. આ પાપને અહીં જ ભોગવવું પડે છે.કોઈ પણ દારૂનું સેવન કરી કોઈને તકલીફમાં મુકવા, દાનમાં લીધેલી વસ્તુ પાછી માંગી લેવી, કોઈની પત્ની સાથે સંબંધ બાંધવો આ બધા પાપની શ્રેણીમાં આવે છે. જો આ બધા કામ કરશો તો ભોલેનાથ ક્યારે પણ માફ નહીં કરે.
૫. આપણા ધર્મમાં જે વસ્તુ ખાવાની મનાઈ છે તે ખાવાથી ભયંકર પાપ લાગે છે તેથી ભગવાન શિવ આ પાપની સજા આપે છે.પોતાનાથી નબળા લોકો જેમકે નાના બાળકો, સ્ત્રીઓ, જાનવરો પર હિંસક હુમલો કરવો એ પણ એક પ્રકારનું પાપ છે. જેના માટે ભગવાન શિવ ક્યારે પણ માફ નથી કરતા.
૬. કોઈ નિર્દોષ અને સત્ય માણસને દુઃખ પહોંચાડવું કે તેને ખોટી રીતે હેરાન કરવા તે પણ એક પ્રકારનું પાપ છે. જેના માટે ભગવાન શિવ ક્યારે પણ માફ નથી કરતા.
૭. ઘણી વાર જલ્દી પૈસાની લાલચમાં અને જલ્દી સફળ થવા માટે માણસ ખોટા રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેને સાચો રસ્તો મળ્યા બાદ ખોટાનો સાથ નથી છોડતા અને ખરાબ રસ્તાને તે પસંદ કરે છે. આ લોકો મોટું પાપ કરે છે. આ પ્રકારના લોકોને ભગવાન શિવ માફ નથી કરતા.
૮. ભગવાન શિવ એવા લોકોને હંમેશા દંડ આપે છે જે લોકો તેના સંબંધમાં ઈમાનદાર ના રહેતા હોય. ખાસ કરીને જે લોકો બીજાનું લગ્ન જીવન જિંદગી તોડવાની કોશિશ કરે છે તેનાથી ભોલેનાથ નારાજ થઇ દંડ આપે છે. બીજાના પતિ અથવા પત્નીની પર ખરાબ નજરે રાખવી એ પણ એક પાપની શ્રેણીમાં જ આવે છે. આ પાપને ભોલેનાથ ક્યારે પણ માફ નથી કરતા.
૯. જો તમે ભગવાનની પૂજા કરો છો તો ક્યારે પણ ધનની લાલચમાં આવવું ના જોઈએ. ક્યારે પણ બીજાના પૈસા પચાવી પાડવા અને પૈસાની હેરાફેરી કરી અથવા ધન સંપત્તિ લૂંટવી તે પાપની શ્રેણીમાં આવે છે. ભગવાન શિવ આ માટે કયારે પણ માફ નથી કરતા.
૧૦. શિવ પૂરાણ અનુસાર, જો તમે કોઈનું ખરાબ નથી કરતા પરંતુ કોઈ માટે ખરાબ વિચાર પણ કરો છો તો પણ તમે પાપની શ્રેણીમાં જ આવો છો. અર્થાત તમારા કામથી કોઈનું ખરાબ ના થયું હોય પરંતુ તમારી બોલી કોઈ માટે અક્ષમ્ય હકદાર બની શકે છે. આ લોકોને ભગવાન શિવ દરબારમાં પાપી છે.