જે ઘરમાં મહિલાઓ કચરો કાઢતા સમયે ધ્યાન રાખે છે આ જરૂરી વાતો નું |

Posted by

આપણા દરેકના જીવનમાં સાફ સફાઈ નું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે સાફ સફાઈ માટે ઘણા સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ ગરીબથી માંડીને તવંગર ના ઘરમાં ઉપયોગમાં સફાઈ કરવા માટે ઉપયોગી એવું એક સર્વ સામાન્ય સાધન છે સાવરણી. જેનો ઉપયોગ રોજબરોજ બધા જ ઘરમાં થતો હોય છે. સાવરણી એ એવું સફાઈ માટે નું સાધન છે. જેની અવેજીમાં આપણે બીજું કોઈ સાધન લઈ શકીએ નહીં.

હવે તમને જણાવી દઈએ કે, આ સાવરણીની બાબતમાં એવી કેટલીક માન્યતાઓ છે. જે આપણે માનવી જ રહી અને તેના તરફ દુર્લક્ષ્ય સેવવાથી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. એવા કેટલાક કષ્ટોથી બચવા માટે આપણે સાવરણી અને સાફ-સફાઈ ને લગતી જ માન્યતાઓ છે. તેનું પાલન કરવું જરૂરી છે.

સામાન્ય રીતે સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાએ લક્ષ્મીજી નિવાસ કરે છે. માટે સાફ-સફાઈના કેટલાક નિયમોનું પાલન કરીને આપણે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ચાલો આજે તમને એવી કેટલીક વાતો જણાવી દઈએ કે જેનું પાલન કરીને તમે ધનલક્ષ્મીની કૃપા મેળવી શકો. સામાન્ય રીતે સાવરણી ખરીદી શનિવારના દિવસે જ કરવી જોઈએ. જેથી ઘણી બધી મુશ્કેલીઓ માંથી છૂટકારો મળે છે.

સામાન્ય રીતે સાવરણી ખરીદી શનિવારના દિવસે જ કરવી જોઈએ. જેથી ઘણી બધી મુશ્કેલીઓ માંથી છૂટકારો મળે છે. ઘરમાં સાવરણી જો શક્ય હોય તો પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. ઘરના દરવાજાની સામે ક્યારેય પણ રાખવી ન જોઈએ. રસોડામાં પણ સાવરણી ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે એનાથી અન્નદેવ નારાજ થઈ જાય છે.

સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેના પર ક્યારેય પણ પગ ન રાખવા જોઇએ. સાવરણી સાવ ઘસાઈ જાય કે તૂટી જાય તો તેને ફેંકી દેવી અને નવી સાવરણી લાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્યાસ્ત પછી ક્યારેય સાવરણીથી કચરો વાળવો નહીં કેમકે એવી માન્યતા છે કે સૂર્યાસ્ત પછી કચરો વાળવાથી આપણે લક્ષ્મીજી ને ઘરની બહાર જવા દઈએ છીએ અને આવું કરવાથી મોટી ધનહાની થઈ શકે છે. ઘરની કોઈપણ વ્યક્તિ સારા કાર્ય માટે બહાર જાય ત્યારે તેની સામે કે પાછળથી પણ સફાઈ કરવી ન જોઈએ. આવું કરવાથી શુભ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. સાવરણીને ક્યારેય ઘરમાં ઊભી ન રાખતા બની શકે તો આડી જ અને દરવાજાની પાછળ કે સીધુ આવનાર વ્યક્તિનું ધ્યાન ન પડે તેમ રાખવી જોઈએ.

નવા ઘરમા પ્રવેશ કરતી વખતે નવી સાવરણી ખરીદવી જોઈએ. જેનાથી આપણી સાથે સાથે લક્ષ્મીજીનો પણ આપણા નવા ઘરમાં પ્રવેશ થાય છે. જૂની સાવરણી ક્યારેય નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે સાથે લેવી નહીં. એનાથી જુના ઘરની નકારાત્મક ઊર્જા પણ નવા ઘરમાં પ્રવેશે છે. તો દોસ્તો આ છે, સાવરણીને સાફ-સફાઈ ને લગતી માન્યતાઓ જેને અનુસરવાથી આપણા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *