ચમત્કારી મેથી
મેથીના દાણા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. મેથીના દાણા ખાવાથી મગજ તેજ બને છે.
મેથીના પાન
લીલી મેથી લોહીમાં શુગરની માત્રા ઓછી કરે છે. મેથીના પાનને પેટ માટે અમૃત પણ કહેવાય છે. મેથીને મધ સાથે પીવાથી હૃદય માટે ફાયદાકારક રહે છે. મેથીનું ચૂર્ણ ગરમ પાણીમાં મેળવી લેવાથી કબજિયાતમાં રાહત મળે છે.
મેથી એક ફાયદા અનેક
મેથીને મધ સાથે પીવાથી હૃદય માટે તો સારું રહે જ છે. સાથે જ મેથીના દાણામાંથી બનેલી ચા ઠંડી ઋતુ હોય ત્યારે પીવામાં આવે છે.
આરોગ્ય પણ સ્વાદ પણ
મેથી હાઈ બ્લડપ્રેશર અને અપચોમાં ફાયદાકારક છે. બીજી તરફ ડાયાબિટીસમાં મેથીનો રસ પીવાથી ફાયદો થાય છે અને શિયાળામાં મેથીના પરાઠા ખાવાનો એક અલગ જ આનંદ છે.