જન્માષ્ટમીના ખાસ પ્રસંગે, શ્રી કૃષ્ણને ધરાવો પંજરીનો પ્રસાદ, કરો આ રીતે તૈયાર

Posted by

જન્માષ્ટમીના શુભ અવસર પર, ધાણાની પંજરી ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે અને ઘણા ઘરોમાં લોટની પંજરી બનાવવામાં આવે છે અને કૃષ્ણજીને તેનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પંજરી એ શ્રી કૃષ્ણનો પ્રિય પ્રસાદ છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના પ્રસાદમાં પંજરી રાખવી જરૂરી છે. તો રાહ શેની જોઈ રહયા છો. ચાલો જોઈએ લોટની પંજરી બનાવવાની રીત

સામગ્રી

1 કપ લોટ

1 કપ બૂરું ખાંડ

1 ચમચી એલચી પાવડર

1 નાનો બાઉલ બદામ (બારીક કાપેલી)

1 નાનો બાઉલ ચારોળી (બારીક કાપેલી)

1 નાની વાટકી કાજુ

1 મોટી વાટકી ઘી

રીત

સૌ પ્રથમ, માધ્યમ તાપ પર એક પેનમાં ઘી લઈને ગરમ કરવા મુકો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં લોટ નાખીને તેને લાકડાના ચમચાથી હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી લોટ નીચેથી દાઝી ન જાય. જેવી લોટમાંથી સહેજ ભીની ગંધ આવવા લાગે, તો સમજી લો કે લોટ શેકવાનું શરૂ થઈ ગયું છે. હવે એક પછી એક બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને સતત હલાવતા રહો. ડ્રાય ફ્રુટ્સ પછી, ખાંડ ઉમેરો અને તેને હલાવતા સમયે લોટ સાથે સારી રીતે મિક્સ કરો. છેલ્લે, એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરતી વખતે ગેસ બંધ કરી દો. તૈયાર છે લોટની પંજરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *