આ મંદિરમાં જંગલમાંથી રીંછ માતાની પૂજામાં જોડાવા માટે આવે છે, તમે આવા અનોખા ભક્તો નહી જોયા હોય

Posted by

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામા ચંડી દેવીનુ એક મંદિર છે જ્યા ફક્ત માણસો જ નહી પરંતુ રીંછનો આખો પરિવાર માતાના દર્શન માટે પહોંચે છે. મંદિરમા દરરોજ આરતી કરવામા આવે છે અને રીંછનો સંપૂર્ણ પરિવાર અહી જોડાવા માટે પહોંચે છે. દરરોજ સેંકડો ભક્તો જ્યારે રીંછ દ્વારા માતાની ભક્તિનુ આ દર્શય જુએ છે ત્યારે લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે.

મીડિયા અહેવાલો અનુસાર છત્તીસગઢનુ આ ચંડી મંદિર મહાસમુંદ જિલ્લાના ધૂચાપાલી ગામે સ્થિત છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનુ છે. અહી હાજર ચંડી દેવીની મૂર્તિ કુદરતી છે. એવુ કહેવામા આવે છે કે વર્ષોથી રીંછ સાંજે માતાના મંદિરમા આવે છે.

દરરોજ સાંજે આરતી સમયે રીંછનો આખો પરિવાર માતાની મુલાકાત માટે પહોંચે છે. માતા પ્રસાદ લે છે અને પછી કોઈને નુકસાન પહોંચાડ્યા વિના વનમા પાછા ફરે છે. રીંછની ભક્તિ જોવા લોકો દૂર-દૂરથી પહોંચે છે. રીંછનો આખો પરિવાર પણ માતાની પ્રતિમાની આસપાસ ફરે છે. આશ્ચર્યજનક રીતે રીંછ પાલતુ પ્રાણીની જેમ મંદિરમા આવે છે અને કોઈને નુકસાન પહોંચાડ્યા વિના આરામથી નીકળી જાય છે.

સ્થાનિક લોકો માને છે કે આ રીંછ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી. ગામ લોકો રીંછને જામવતનો પરિવાર માને છે. નિષ્ણાંતોના મતે માતાના મંદિરમા દરરોજ રીંછ જોવુ આશ્ચર્યજનક છે.સામાન્ય રીતે જંગલમા જ્યારે કોઈ માનવીનો સામનો રીછ સાથે થાય ત્યારે રીંછ તેના પર હુમલો કરે છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ચંડી માતાનુ આ મંદિર અગાઉ તંત્ર સાધના માટે પ્રખ્યાત હતુ. અહીં ઘણા સંતો અને સાધુઓ રહેતા હતા.તંત્ર સાધના કરવા વાળાલોકોએ અગાઉ આ સ્થાનને ગુપ્ત રાખ્યુ હતુ. પરંતુ તે સામાન્ય લોકો માટે વર્ષ ૧૯૫૦-૧૯૫૧ મા ખુલી ગયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *