શું તમે આ જાહેરાત જોઈ? આ ભરતી ફોર્મનો આજે લાસ્ટ ડે છે. જો જો રહી ના જતા?

Institute of Kidney Diseases and Research Centre (IKDRC) Civil Hospital, Ahmedabad દ્વારા તા:- ૧૫ એપ્રિલ, ૨૦૨૩ના રોજ એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેની અંતિમ તારીખ ૧૬ મે, ૨૦૨૩ એટલે કે આજે જ છે. આજે એનો લાસ્ટ ડે હોવાથી વિદ્યાર્થીઓ આ જાહેરાતનું ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યાં છે.
આ જાહેરાત અંતર્ગત અલગ અલગ વિભાગની કુલ ૯૦ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ફક્ત Junior clerk, Senior Clerk, Head Clerk (Class-3) ની મળીને કુલ ૮૧ જગ્યાઓ છે અને બાકીની બીજા અલગ અલગ વહીવટી વિભાગોની છે.
પગારધોરણ અને પરીક્ષા ફી
• આ ભરતી સંપૂર્ણપણે સરકારી ધારાધોરણ પ્રમાણે જ થશે અને તેનું પગારધોરણ પણ સરકારી નિયમો પ્રમાણે નક્કી થયેલું હશે.
• Junior clerk (Class-3) માટે ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- રૂપિયા/માસ
• Senior Clerk (Class-3) માટે ૨૫,૫૦૦/- થી ૮૧,૧૦૦/- રૂપિયા/માસ
• Head Clerk (Class-3) માટે ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- રૂપિયા/માસ
દરેક કેટેગરીના ઉમેદવારે ૧૦૦૦/- રૂપિયા પરીક્ષા ફી ફરજિયાતપણે ભરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
• Junior clerk (Class-3) માટે ધો.૧૨ પાસ અથવા તેને સમકક્ષ લાયકી ધોરણ, સરકારી ધારાધોરણ પ્રમાણે કમ્યુટરનું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી તથા હિન્દી ભાષાના જાણકાર
• Senior Clerk (Class-3) માટે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ, સરકારી ધારાધોરણ પ્રમાણે કમ્યુટરનું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી તથા હિન્દી ભાષાના જાણકાર
• Head Clerk (Class-3) માટે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ, સરકારી ધારાધોરણ પ્રમાણે કમ્યુટરનું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી તથા હિન્દી ભાષાના જાણકાર
અરજી કેવી રીતે કરશો?
ઉમેદવાર સંસ્થાની માન્ય વેબસાઇટ https://ikdrc-its.org પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. અરજી કરવાનું ફોર્મ આ વેબસાઇટ પર ઉમેદવાર જોઈ અને ભરી શક્શે તથા ભરતીની સંપૂર્ણ વિગત જોઈ અને સમજી શક્શે.