ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે (ITBP) સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવા ઉમેદવારો માટે ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીઓ આઇટીબીપી દ્વારા ગૃહ મંત્રાલય હેઠળ કામચલાઉ નિમણૂંકના આધારે ગ્રુપ ‘સી’માં હેડ કોન્સ્ટેબલ માટે કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ભારતીય મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. તેથી રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in દ્વારા અરજી કરી શકે છે.
81 પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
જણાવી દઈએ કે આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 9 જૂનથી ચાલી રહી છે. પાત્ર ઉમેદવારો 8 જુલાઈ, 2023 સુધી ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. આઇટીબીપીની આ ભરતી હેઠળ 81 ખાલી જગ્યાઓ પર મહિલા હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવશે.
કેટલી છે વયમર્યાદા
અરજી કરવા માટે મહિલા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેટલો મળશે પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા સીપીસી મુજબ માસિક પગાર 25500થી 81100 (લેવલ-6) આપવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
આઇટીબીપી ભરતી 2023 માટે 18થી 25 વર્ષની વયની મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ સાથે મહિલા ઉમેદવારોએ 10માં ધોરણની પરીક્ષા કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સહાયક નર્સિંગ મિડવાઇફરી કોર્સ પૂર્ણ કરેલો હોવો આવશ્યક છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)ના આધારે કરવામાં આવશે. આ ટેસ્ટમાં સફળ થનારા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ પછી લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેવું પડશે.
કઇ રીતે કરી શકો છો અરજી
આ ભરતી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ www.recruitment.itbpolice.nic.in પર જાઓ.
અહીં હોમ પેજ પર ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે એક લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી દાખલ કરો અને તેને સબમિટ કરો.
ફોર્મ સબમિટ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
ભવિષ્યના રેફરન્સ માટે એક પ્રિન્ટ આઉટ લો.