આજના ઝડપી જમાનામાં ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. દરરોજ કોઇ નવી શોધ સાથે અનેક રોજગાર અને માનવશ્રમનું નિર્માણ થાય છે. આ વર્ષે અનેક આઇટી જોબ્સ ડિમાન્ડમાં રહેશે. જેના માટે ખાસ કુશળતા અને અનુભવ જરૂરી છે. આજે અમે આ આર્ટિકલમાં તમને વર્ષ 2023ની એવી ટોપ 5 જોબ્સ વિશે જણાવીશું જે ખૂબ ડિમાન્ડમાં રહેશે.
એઆઇ આર્કિટેક્ટ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આજે ખૂબ જ ટ્રેન્ડમાં છે. બિઝનેસમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અપનાવવાની સાથે એઆઇ આર્કિટેક્ટની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ બની ગઇ છે. એઆઇ આર્કિટેક્ટનું કાર્ય એઆઇ બેઝ્ડ સિસ્ટમ ડિઝાઇન બનાવવાનું છે, જે જટિલ બિઝનેસ પ્રોબ્લેમ્સને ઉકેલી શકે છે. તેના માટે તેમની પાસે મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ડેટા એનાલિટિક્સની ઊંડી સમજ હોવી જરૂરી છે.
સાયબર સિક્યોરિટી એનાલિટિક્સ
સાયબર સિક્યોરિટી એનાલિટિક્સનો રોલ હાલ ખૂબ જ મહત્વપૂર્ણ થઇ ગયો છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કામ નેટવર્કની દેખરેખ રાખવી, સિક્યોરિટીમાં આવતી મુશ્કેલીઓને ઓળખવી અને સાયબર એટેકથી બચવાના વિવિધ ઉપાયો શોધવાનું હોય છે. જે લોકો આ ફિલ્ડમાં જોબ કરવા ઇચ્છે છે, તેમની પાસે સારું એનાલિસિસ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ઉપરાંત નવા સાયબર સિક્યોરિટી ટૂલ્સ અને ટેક્નિક્સનું નોલેજ હોવું જરૂરી છે.
ક્લાઉડ એન્જીનિયર
આજકાલ ક્લાઉડ એન્જિનિયર્સ ખૂબ જ ડિમાન્ડમાં છે. તેઓ ક્લાઉડ-આધારિત પ્રોમ્બેલમ ડિઝાઇન, ડેવલપમેન્ટ અને જાળવણી કરે છે, જે વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. આ ક્ષેત્રમાં શાનદાર કારકિર્દી બનાવવા માટે એડબલ્યુએસ, Azure અથવા ગૂગલ ક્લાઉડ જેવા ક્લાઉડ પ્લેટફોર્મમાં કુશળતા હોવી જરૂરી છે. આ ઉપરાંગ Docker અને Kubernetes જેવા ટૂલ્સનું સારું જ્ઞાન હોવું જરૂરી છે.
બ્લોકચેન ડેવલપર
બ્લોકચેન ટેકનોલોજીએ લેવડદેવડ અને ડેટા કલેક્ટ કરવાની ટ્રેડિશનલ મેથડ્સને ઘણી ઊંડી અસર પહોંચાડી છે. બ્લોકચેન ડેવલપરનું કામ બ્લોકચેન-આધારિત એવી એપ્લિકેશન્સ બનાવવાનું છે, જે પારદર્શિતા અને સુરક્ષામાં સુધારો કરી શકે છે. તેમને ઇથેરિયમ અને હાયપરલેજર જેવા બ્લોકચેન પ્લેટફોર્મ તેમજ સોલિડિટી જેવી પ્રોગ્રામિંગ ભાષાઓમાં નિપુણતા હોવી જરૂરી છે.