આજે સમગ્ર વિશ્વની ઈન્ટરનેટ સેવા થઈ શકે છે બંધ, અંતરીક્ષમાંથી આવી રહ્યું છે સૌર તોફાન

એક સોલાર તોફાન ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી ધરતી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં ધરતીના વાયુમંડલીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂરજની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે.
નિષ્ણાંતોના મતે આ સૌર તોફાનની સ્પીડ 1,260 કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે કે રવિવારે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે.
આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી એક્સ1-ક્લાસ સોલર ફ્લેયર તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓેએ તેને મહત્વપૂર્ણ સોલર ફ્લેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે.
સોલાર ફ્લેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એક્સ ક્લાસ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી, બી અને એ ક્લાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે 30 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે.