ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં ૭૯૭ જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી, આજે જ અરજી કરો

Posted by

Intelligence Bureau Jobs

ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau)માં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર(JIO)ની પોસ્ટ માટે ૭૯૭ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો ભારત સરકારની એક મહત્ત્વની સંસ્થા છે જે દેશની અંદર અને બહારની દરેક ગતિવિધીઓ પર ધ્યાન રાખતી હોય છે. આ સસ્થામાં નોકરી કરવી એ મોટાભાગના યુવાનોનું સપનું હોય છે. યુવાનોનું આ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ૯૭૯ જેટલી જગ્યાઓ માટે તારીખ ૩ જુન, ૨૦૨૩થી ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. જાણો ભરતીની સમગ્ર વિગતો.

જાણો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત

જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર(JIO) ગ્રેડ-૨/ ટેક્નિકલ ઓફિસર

• કુલ જગ્યાઓ‌:- ૭૯૭

• શૈક્ષણિક લાયકાત:- Diploma in ECE/EEE/IT/CS or B.Sc. or Bachelor Degree in Computer Applications

• ઉંમર મર્યાદા‌: ૧૮ થી ૨૯ વર્ષ

• પગાર-ધોરણ:- લેવલ-૪, રૂ. ૨૫,૫૦૦/- થી રૂ. ૮૧,૧૦૦/-

• અરજી કરવાની રીત:- ઓનલાઈન અરજી પ્રક્રિયા

• પરીક્ષા ફી:- ૫૦ રૂપિયા

મહત્ત્વની તારીખો

• અરજી કરવાની શરૂઆતની તારીખ:- ૩ જુન, ૨૦૨૩

• અરજી કરવાની છેલ્લી તારીખ:- ૨૩ જુન, ૨૦૨૩

• ફી ભરવાની અંતિમ તારીખ:- ૨૭ જુન, ૨૦૨૩

પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે

આ ભરતી માટેની પરીક્ષા ત્રણ તબક્કાઓમાં લેવાશે. જેમાં પહેલાં બે તબક્કામાં ઓનલાઇન ટેસ્ટ અને ત્રીજા તબક્કામાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
Tier 1:- Online Exam
Tier 2:- Skill Test
Tier 3:- Interview/Personality Test

અરજી કેવી રીતે કરશો

ઇન્ટેલિજન્સ બ્યુરો(Intelligence Bureau) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘણી મોટી ભરતી કહી શકાય. ઇન્ટેલિજન્સ બ્યુરો નોકરી લેવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરોની ઓફિશિયલ વેબસાઇટ www.mha.gov.in પર જઈને અરજી કરી શકાશે. આ ભરતી માટે અરજીનું પોર્ટલ તારીખ ૨૩ જુન, ૨૦૨૩ સુધી જ ખુલ્લુ રહેશે. તેથી બને તેટલી વહેલી અરજી કરી લેવી હિતાવહ છે.

વધુ વાંચો:-

ચોમાસુ શરુ થતું પહેલા જ ભુક્કા કાઢશે વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *