IITE- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગરમાં ૭૪ થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં યુવાનો માટે આ ઘણાં ખુશીના સમાચાર છે. IITE એ ભારત સરકારની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ સંસ્થામાં કામ કરવું એ ઘણી મહત્ત્વની વાત કહેવાય છે. જો તમારી પાસે હાલ કોઈ નોકરી ન હોય અને તમે નોકરીની શોધમાં હોવ તો આ નોકરી તમે કરી શકો છો. તમારી નોકરીનું સ્થળ ગાંધીનગર જ રહેશે. આ ભરતી ૧૧ માસના કરાર આધારીત છે. આ નોકરી માટે અરજી કરવાની શરૂઆત આ જુન મહીનાથી શરૂ થઈ ગઈ છે અને તે ૨૧ જુન, ૨૦૨૩ સુધી જ કરી શકાશે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ
• વિવિધ વિષયોના પ્રોફેસર:- ૦૭+
• વિવિધ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસર:- ૩૦
• PRO cum Po:- ૦૧
• ડેપ્યુટી લાઈબ્રેરીયન:- ૦૧
• એડમીન ઓફિસર:- ૦૧
• કો-ઓર્ડીનેટર:- ૦૧
• કાઉન્સેલર:- ૦૧
• મેડિકલ ઓફિસર:-૦૧
• એકાઉન્ટ સુપરવાઇઝર:-૦૧
• ટ્રેનિંગ ઓફિસર:- ૦૪
• ગ્રાફિક ડિઝાઈનર:- ૦૧
• સિસ્ટમ મેનેજર:- ૦૧
• નેટવર્ક એન્જિનીયર:- ૦૧
• આસિસ્ટન્ટ સિવિલ એન્જિનીયર:-૦૧
• પર્સનલ આસિસ્ટન્ટ:- ૦૨
• પર્સનલ સેક્રેટરી:- ૦૧
• લાઈબ્રેરી આસિસ્ટન્ટ:- ૦૨
• રિસેપ્શનિસ્ટ:-૦૧
• એકાઉન્ટ આસિસ્ટન્ટ:-૦૩
• લેબ આસિસ્ટન્ટ:-૦૩
• એડમીન આસિસ્ટન્ટ:-૦૮
• રિસર્ચ એડવાઈઝર:- ૦૧
• સ્ટેસ્ટિસ્ટિકલ એનાલિસ્ટ:- ૦૧
• કુલ ખાલી જગ્યાઓ:- ૭૪+
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલી અરજીઓને યોગ્ય રીતે ચકાસીને સંસ્થા દ્વારા ૧૧ માસના કરાર આધારીત નોકરી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો અરજીઓની સંખ્યા વધી જશે તો સંસ્થાના નિર્ણય અનુસાર ઉમેદવારોની પસંદગી મેરીટ અથવા લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ ભરતી માટે અરજી કેવી રીતે કરશો
આ ભરતીમાં અરજી કરવા માટે દરેક ઉમેદવારે સંસ્થાની વેબસાઇટ https://www.iite.ac.in પર જઈને જાહેરાત ડાઉનલોડ કરીને ચકાસી લેવું કે પોતે કઈ પોસ્ટ માટે યોગ્ય છે. અહીં તમને તમારી પોસ્ટને અનુરૂપ શૈક્ષણિક લાયકાત જોવા મળશે. ત્યાર બાદ વેબસાઇટ પર જ કરીયર સેક્શનમાં જઈને રજિસ્ટ્રેશન કરવું. રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારની લોગ ઇન આઈડી અને પાસવર્ડ જનરેટ થશે. આ લોગ ઇન આઇડી અને પાસવર્ડની મદદથી તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ પર જઈને Apply Now પર ક્લિક કરવું. Apply Now પર ક્લિક કરવાથી એક અરજી ફોર્મ ખુલશે, જેમાં માંગેલી બધી વિગતો ભરીને ઉમેદવાર ફોર્મ સબમિટ કરી શકશે. સબમિટ કર્યા બાદ જ ઉમેદવારની અરજી માન્ય ગણાશે.
IITE ગાંધીનગરમાં અરજી કરવા માટે કયાં કયાં ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા
• આધાર કાર્ડ
• શૈક્ષણિક અભ્યાસને લગતી બધી માર્કશીટો
• જો અનુભવ ધરાવતા હોય તો તેનું સર્ટિફિકેટ
• અભ્યાસને અનુરૂપ ડીગ્રી
• ફોટો અને સહી
• તથા અન્ય માંગેલા પુરાવાઓ