IAS અધિકારી ના એક આઈડિયા થી 900 થી વધુ સરકારી સ્કૂલો માં વિદ્યાર્થીઓનું જીવન બદલાઈ ગયું

IAS અધિકારી ના એક આઈડિયા થી 900 થી વધુ સરકારી સ્કૂલો માં વિદ્યાર્થીઓનું જીવન બદલાઈ ગયું

પરિવર્તન સંસારનો નિયમ છે. પણ આ નિયમ સ્વયંભૂ કામ નથી કરતો. પરિવર્તન લાવવા માટે પરિશ્રમ પણ કરવો પડે છે. જ્યારે માણસ મુઠ્ઠી વાળીને કોઈ કામ કરવા માટે મચી પડે છે અને અથાક પરિશ્રમ ક્રે છે ત્યારે કોઈ લક્ષ્‍ય મુશ્કેલ નથી લાગતું. આવું જ કૈંક સાબિત કરી આપ્યું હતું ડો. જિતેન્દ્ર કુમાર સોનીએ.

રાજસ્થાનનાં નગૌર જિલ્લાની અવિશ્વસનિય ઘટના

રાજસ્થાન દેશના સહરદે આવેલું રણપ્રદેશ ધરાવતું પછાત કહી શકાય એવું રાજ્ય છે. અહીંના નગૌર નામના જિલ્લામાં ડો. જિતેન્દ્ર કુમાર સોની નામના એક સીવીલ સર્વન્ટની નિમણુંક થઈ. 2020 નાં જુલાઇ મહિનામાં જિલ્લા કલેકટર તરીકે ફરજ સાંભળ્યા બાદ આ અધિકારીએ એક એવું કામ કરી બતાવ્યું કે જે માટે રાજસ્થાનના સેંકડો વિદ્યાર્થીઓ તેમણે યાદ રાખશે.

979 જેટલી શાળાઓમાં વીજળી નહોતી

ડો. જિતેન્દ્ર કુમાર સોનીએ કહ્યું હતું કે તેઓ જ્યારે જિલ્લાના શિક્ષણાધિકારીઓને મળ્યા ત્યારે તેમણે જાણવા મળ્યું કે તેમના પ્રદેશમાં અનેક શાળાઓમાં વીજળી જ નથી. તેમને લાગ્યું કે આ સૌથી અગત્યના મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે. તેમણે તાત્કાલિક એક સર્વે હાથ ધર્યો જેમાં 979 જેટલી શાળાઓમાં વીજળીની સુવિધા ન હોવાનું જાણવા મળ્યું.

કેમ્પેઇન “ઉજાસ” થકી કર્યા અજવાળા

તેમણે સ્થાનિકો અને અધિકારીઓનો સહયોગ લઈને એક કેમ્પેઇન જાહેર કરી દીધું જેનું નામ આપ્યું “ઉજાસ”.

તેમણે જણાવ્યું હતું કે આ કામ માટે સૌથી મહત્વનું હતું ત્યાંનાં સ્થાનિકોને વિશ્વાસમાં લેવાનું. તેમણે એ વિશ્વાસ આપવવાનો હતો કે આ પહેલથી તેમની શાળાઓમાં વીજળી આવશે અને આ માત્ર એક પ્રામાણિક પ્રયત્ન છે.

ફિલ્મી કહાની જેવી વાત, જે સાચી પડી

આ એક ફિલ્મી કહાની જેવુ લાગતું હતું પણ તેમ છતાં દરેક સ્કૂલના બોર્ડ અને ઇલેક્ટ્રિસિટી બોર્ડ વચ્ચે અઠવાડિક મિટિંગો થઈ અને આખરે ફંડ કલેક્શનથી લઈ જન જાગૃતિ સુધીનાં તમામ પગલાં લેવામાં આવ્યા. લોકલ લેવલે રહેલા લોકોનો અવાજ પણ સાંભળવામાં આવ્યો.

લોકોનું સમર્થન પણ મળ્યું

નગૌરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ચરણ સિંઘ જણાવે છે કે દરેક ગામની પંચાયત સમિતિ દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવ્યો. એવા લોકોની પસંદગી કરવામાં આવી કે જે આ કાર્યમાં સહયોગ કરવા માટે તૈયાર હતાં.

80 લાખ રૂપિયા એકઠાં કર્યા

જિલ્લા શિક્ષણાધિકારી સંપત રામે જણાવ્યું હતું કે આ રીતે માત્ર છ જ મહિનામાં 80 લાખ રૂપિયા એકઠાં કરવામાં આવ્યા હતાં. આ એક મહાયજ્ઞ જેવું કામ હતું જેનો હેતુ એટલો ઉમદા હતો કે તેમને વિદ્યાર્થીઓના વાલીઓ થી લઈ, ગ્રામસભાના સભ્યો, MLA સુધી તમામ લોકો આ યજ્ઞમા જોડાયા હતાં અને આખરે આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું હતું.

3,068 શાળાઓમાં અજવાળાં

આજે નગૌર જિલ્લાની 3,068 શાળાઓમાં વિજકનેક્શન છે. અને નગૌર આખા રાજ્યનું પહેલો એવો જિલ્લો છે જ્યાં અંતરિયાળ ગામડાની શાળાઓમાં પણ વીજળી છે. હવે તો સમગ્ર પ્રક્રિયા એકદમ સરળ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓનો ભણવાનો અનુભવ સમગ્રતયા બદલાઈ ચૂક્યો છે. ડો. સોની કહે છે કે મેં પોતે સરકારી શાળામાં જ શિક્ષણ મેળવ્યું હોવાથી મને આ સ્થિતિ સમજાય છે. નગૌરમાં આવી 3000 કરતાં વધારે શાળાઓ છે જેની પરિસ્થિતિ તમે સમજી શકો છો.

દરેક ગામવાસીના સહયોગથી થઈ શકે છે ગમે તેવું મુશ્કેલ કરી

નગૌર બિકાનેર બોર્ડર નજીક ખારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય રાજેન્દ્રકુમાર તન્વરે કહ્યું હતું કે શાળા 1962 થી છે અને આ કામ કરતાં માત્ર 15,000 રૂપિયા જેટલો જ ખર્ચ થાય એમ હતો. જો દરેક ગામવાસી 150-200 રૂપિયા જેટલો સહયોગ કરત તો પણ આ વહેલા થઈ શક્યું હોત. પરંતુ હવે જ્યારે આ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું ત્યારે જિલ્લાની ઘણી બધી શાળાઓમાં વીજળી પુરી પાડવામાં આવી છે.

આ કેમ્પેઇન દેશના અનેક સિવિલ સર્વન્ટ્સ માટે પ્રેરણારૂપ કેમ્પેઇન બની ગયું છે. જે આગામી સમયમા દેશભરમાં મોડલ બની શકે છે તેમ છે.

ઉમદા ફોટોગ્રાફર અને કવિ છે જિતેન્દ્રકુમાર

ડો. જિતેન્દ્રકુમાર સોનીની પોતાની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. તેઓ એક સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાંથી આવે છે તેમના પિતા ખેડુત હતાં આથી સંઘર્ષમય જીવન તેઓ જીવનમાં જોઈ ચૂક્યા છે. આ સિવાય તેઓ એક ઉમદા ફોટો ગ્રાફર પણ છે અને તેમના ફોટોઝ સોશ્યલ મીડિયા પર મુક્તા હોય છે. તેમના ફોટોઝમાં એક ઉમદા કલાકારનો પડછાયો દેખાય છે. આ સિવાય તેઓ કવિતા વગેરે પણ લખે છે અને સાહિત્યમાં ખૂબ રસ ધરાવે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.