એક સમય હતો જ્યારે ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિથી અજાણ હતાં. તેમને માર્કેટમાં ચાલતાં ભાવોની કે સબસિડીની ખબર નહોતી. તેમને હવામાન અંગે પણ ખબર ન હોવાથી ઘણી વાર તેમનો ઊભો પાક અતિવૃષ્ટિ કે વાવાઝોડાંમાં નાશ પામતો હતો. સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવતી હતી, પણ જાણકારીના અભાવના કારણે ખેડૂતોને તેનો લાભ મળતો ન હતો. આવા અનેક પ્રશ્નો ખેડૂતોના જીવનમાં સામન્ય બની ગયાં હતાં ત્યારે સરકાર ખેડૂતો માટે એક પોર્ટલ લઈને આવી. આ પોર્ટલ એટલે i-Khedut પોર્ટલ.
શું છે i-Khedut પોર્ટલ
i-Khedut પોર્ટલ એ સામાન્ય જનતા માટે તો માહિતીનો સ્રોત હોવાની સાથે ખેડૂતો માટે કોઈ આશીર્વાદથી કમ નથી. આ પોર્ટલ એ ખેડૂતોની હજારો સમસ્યાઓનું એકમાત્ર રામબાણ ઈલાજ છે. ખેડૂતોને સશક્ત બનાવવા તથા ખેતીની પદ્ધતિઓમાં જળમૂળથી પરિવર્તન લાવવા માટે સરકારે આ પોર્ટલ શરૂ કર્યું છે. અહીં ખેતીને લગતી તમામ નવી અપડેટ મળી રહે છે. આ પોર્ટલ ખેડૂતો માટે મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસની સાથે ગેમ ચેન્જર સાબિત થયું છે. I-Khedut પોર્ટલથી કૃષિ પદ્ધતિઓમાં ખરેખર ક્રાંતિ આવી છે. આ નવીન પદ્ધતિ ખેડૂતોની સમસ્યાઓનું વન સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.
i-Khedut પોર્ટલના ફાયદા
• ખેતીને લગતી તમામ અપડેટ આ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવે છે.
• i-Khedut પોર્ટલ એ સરકાર અને ખેડૂતો વચ્ચે બ્રિજનું કામ કરે છે.
• ખેતીને લગતી તમામ સરકારી યોજનાઓ અને માહિતીઓ એક જ ક્લિકમાં મળી જાય છે.
• કૃષિ, બાગાયત, મત્સ્યઉદ્યોગ અને પશુપાલન સંબંધી દરેક સરકારી યોજના અને સબસિડીઓનો વ્યાપક ભંડાર આ એક જ પોર્ટલ પર મળી રહે છે.
• દરેક યોજના માટેની પાત્રતા અને અરજી કરવાની સરળતા હોય છે.
• આ પોર્ટલના કારણે સરકાર અને ખેડૂતો વચ્ચેથી એજન્ટોની બાદબાકી થઈ ગઈ છે.
• સરકાર દ્વારા ખેડૂતોને કરવામાં આવેલી બધી સહાયો સીધી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
• ભ્રષ્ટાચારનો ઘટાડો થવાથી સરકારી યોજનાઓ વધુ કાર્યક્ષમ બને છે.
• આ પોર્ટલ ખેડૂતોને પાક આયોજન, હવામાનની આગાહી, જમીનની તંદુરસ્તી, જંતુ વ્યવસ્થાપન અને કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓની માહિતીઓ પહોંચાડે છે.
• આ પોર્ટલ દ્વારા ખેડૂતોને વિવિધ નાણાકીય સહાયની યોજનાઓ વિશે માહિતી મળે છે, જેમાં કૃષિ સાધનો, મશીનરી, બિયારણ, ખાતર અને જંતુનાશકોની ખરીદી માટે સબસિડીનો સમાવેશ થાય છે.
• i-Khedut પોર્ટલ ખેડૂતો પરના નાણાકીય બોજને ઘટાડીને તેમને નવીન કૃષિ પદ્ધતિ અપનાવવા માટે સક્ષમ બનાવે છે.
• ખેડૂતો પાકની પસંદગી અને પાક વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે માહિતગાર થઈને નિર્ણયો લઈ શકે છે.
• ખેડૂતોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે અને તેમનો ઉત્પાદન ખર્ચ ઘટે છે.
• આ પોર્ટલનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
i-Khedut પોર્ટલની લિંક
i-Khedut પોર્ટલ પર જવા માટે https://www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જઈને વિવિધ ખેતી વિષયક માહિતીઓથી અપડેટ રહી શકાય છે.