હનીસિંહની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, શાલીનીના રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, હની સિંહના પિતાએ કરી શરમજનક હરકત

સસરાએ કરી શરમજનક હરકત?
શાલીનીનો આરોપ છે કે માત્ર તેનો પતિ જ નહી પરંતુ તેના પિતા પણ એકદિવસ નશાની હાલતમાં તેના રૂમમાં આવી ગયા હતા. ત્યારે તે કપડા બદલી રહી હતી અને તેની છાતી પર હાથ પણ ફેરવ્યો હતો.
કેઝ્યુઅલ શારીરિક સંબંધ બાંધવાનો શોખીન હની
શાલીનીએ પોતાના પતિ પર છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેના પતિના ઘણી મહિલાઓ સાથે કેઝ્યુઅલ સેક્સના સંબંધો છે અને પોતાની વેડિંગ રિંગ પણ નહોતો પહેરતો.જ્યારે પણ શાલીની પોતાની તસવીર સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરતી હતી તો હની તેને મારતો હતો.
જાનવરની જેમ કર્યો વ્યવહાર
હનીની પત્ની શાલીનીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની સાથે જાનવર કરતા પણ ખરાબ વ્યવહાર કર્યો છે. જે બાદ તેણે આ પગલુ ઉઠાવ્યું હતુ. હની સિંહ 28 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરાવી શકે છે.
વળતરની કરી માગ
શાલીનીએ કોર્ટમાં તે પણ કહ્યું કે સિંગરે દર મહિને દિલ્હીમાં એક આલિશાન ફ્લેટનું 5 લાખ રૂપિયા ભાડુ પણ આપવું પડશે કારણકે તે પોતાની માતાના સહારે રહેવા નથી માગતી. શાલીનીએ કહ્યું કે, બ્રાઉન રંગ ગીતના શૂટિંગ વખતે પોતાની જ ટીમની એક યુવતી સાથે યૌન સંબંધ પણ બનાવ્યા હતા.
યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે કરી અરજી
બૉલીવુડના જાણીતા સિંગર અને રેપર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે હની સિંહ પર ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક શોષણનો આરોપ મૂક્યો છે. શાલિનીનો આરોપ છે કે હની સિંહે, તેના માતા પિતા અને તેની નાની બહેને તેને ત્રાસ આપ્યો છે. શાલિનીએ ચારેય વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટમાં અરજી કરી છે. 160 પાનાની આ અરજીમાં શાલિનીએ દસ વર્ષ જૂનો હનીમૂનના ખુલાસા કર્યા છે, જે આજ સુધી કોઈ જાણતું નથી.
હનીમૂન પર મારઝૂડ કરવાના લગાવ્યા છે આરોપ
આગળ આ અરજીમાં લખ્યું છે કે હની સિંહે ત્યારે ગુસ્સામાં કહ્યું હતું કે “હની સિંહને સવાલ કરવાની હિંમત કોઈની નથી, તો તારે પણ મને કોઈ સવાલ કરવો નહીં” આગળ હની સિંહે કહ્યું હતું કે “હું પહેલેથી જ લગ્નને લઈ હેરાન છું, હું લગ્ન કરવા નહોતો માંગતો, પણ મે તારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, એટલે મારે લગ્ન કરવા પડ્યા” આ વાત સાંભળ્યા બાદ શાલિની તૂટી ગઈ હતી. આટલું કહીંને તે હોટેલના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. દસ બાર કલાક સુધી તે ઘરે પાછો આવ્યો નહીં, અને તે વિશેનું કારણ પૂછતાં ઘણી ખરાબ રીતે તેની સાથે મારઝૂડ કરી હતી.