હોલીવૂડની બોલ્ડ એક્ટ્રેસ અને ખ્યાતનામ મોડલ કાયલી જેનરે કપડા પહેર્યા વગરનો ફોટો શેર કર્યો, ફેન્સ ધડાધડ કરી રહ્યા છે લાઈક

હોલીવૂડની બોલ્ડ એક્ટ્રેસ અને ખ્યાતનામ મોડલ કાયલી જેનર મોટા ભાગે લાઈમલાઈટમાં રહેતી હોય છે. લોકો તેની બોલ્ડનેસના દિવાના છે. તે પોતાના તસ્વીરો મોટા ભાગે ફેન્સ સાથે શેર કરે છે. કાયલી જેનરે હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેનાથી લોકો પોતાની નજર હટાવી શકતા નથી. આ તસ્વીર સો. મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ હતી.
કાયલી જેનરે હાલમાં જ ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં માથાથી લઈને પગ સુધી ગોલ્ડ ડસ્ટમાં રંગાયેલી જોવા મળી હતી. કાઈલી આ તસ્વીરમાં ટોપલેસ થયેલી જોઈ શકાય છે. ગોલ્ડન રંગની બિકની બોટમ્સ સાથે તેને આખા શરીરે ગોલ્ડ રંગ રંગ્યો છે. સ્મોટી આઈ લુક, ગોલ્ડ હૂપ્સ અને ફૂલ બ્લોઆઉટ તેના ગોલ્ડન લુકને કપ્લીટ કરે છે.
કાયલીએ 10 ઓગસ્ટના રોજ પોતાના 24માં જન્મદિવસને ધ્યાને રાખીને આ પોસ્ટ શેર કરી છે. તે પોતાના જન્મદિવસ પર બ્યૂટી બ્રાન્ડ માટે 24,000 ગોલ્ડ થીમવાળી બ્યૂટી પ્રોડક્ટ લોન્ચ કરશે.
કાયલી જેનર છે કિમ કર્દાશિયાંની બહેન
આપને જણાવી દઈએ કે, કિમ કર્દાશિયાંની માફક કાયલી જેનર પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કિમ કર્દાશિયાની નાની બહેને ટોપલેસ ફોટો શેર કરીને સો. મીડિયા પર ધૂમ મચાવી હતી. ફોટોમાં કાયલીએ ગળાથી લઈને પગ સુધી ગોલ્ડન શિમરી પાઉડર લગાવ્યો હતો.