HNGUમાં પરીક્ષા વગર માત્ર ઇન્ટર્વ્યુથી ૪૫૧૨ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતી

Posted by

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિકની વિવિધ પોસ્ટ પર ૪૫૧૨ જેટલી જંગી ભરતી બહાર પાડી છે. લાંબા સમયથી નોકરીની શોધમાં ફરતાં યુવાનો માટે આ ઘણાં મહત્ત્વના સમાચાર છે. અહીં મજાની વાત તો એ છે કે આ ૪૫૧૨ જેટલી જગ્યાઓ માટે કોઈપણ જાતની પરીક્ષા લેવાનાર નથી. આ ભરતી માત્ર ઇન્ટર્વ્યુ બેઝ પર જ થશે. એટલે નોકરી વાંચ્છુ યુવાનોએ પોતાના બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ઇન્ટર્વ્યુ આપવા પહોંચી જવું. જાણો આ ભરતીની સંપૂર્ણ વિગત.

HNGUમાં પડેલી ભરતી અંગે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્યુટર, લાઈબ્રેરીયન, ટ્રેનીંગ ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે ૪૫૧૨ જેટલી બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કોઈપણ ઉમેદવારે ઓનલાઇન કે ઓફલાઇન ફોર્મ ભરવાનું નથી. દરેક ઉમેદવારે નોકરીની અરજી કરવા માટે ઇન્ટર્વ્યુના સ્થળે સમયસર હાજર રહેવું. આ ભરતીમાં કોઈપણ વ્યક્તિ, અનુભવી કે બિન અનુભવી અને ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. આ ભરતીમાં પસંદગી પામેલાં ઉમેદવારને HNGU સંલગ્ન કોલેજોમાં નિમણુક આપવામાં આવશે.

પોસ્ટ વાઈઝ જગ્યાઓ

• પ્રિન્સિપાલ:- ૨૬૮
• પ્રોફેસર:- ૧૩૯
• એસોસિયેટ પ્રોફેસર:- ૨૩૯
• આસિસ્ટન્ટ પ્રોફેસર:- ૨૯૨૨
• પી.ટી.આઇ. :- ૮૯
• ટ્રેનિંગ ઓફિસર/ ડ્રિલ માસ્ટર:- ૧૦૯
• ટ્યુટર:- ૬૦૦
• લાઈબ્રેરીયન:- ૧૪૬
• કુલ જગ્યાઓ:- ૪૫૧૨

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, તેમનો અનુભવ અને તેમની ક્ષમતાને આધારે કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પગાર આપવામાં આવશે. આ ઉમેદવારોને HNGU સંલગ્ન કોલેજોમાં નિમણુક આપવામાં આવશે.

ઇન્ટર્વ્યુ માટે કયાં ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા

• આધાર કાર્ડ
• અભ્યાસને લગતી તમામ માર્કશીટો
• અનુભવ ધરાવતા હોવ તો તેનું સર્ટિફિકેટ
• અભ્યાસને લગતી ડીગ્રી
• તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા
• હાલ બીજે ક્યાંક નોકરી ચાલુ હોય તો જરૂરી એન.ઓ.સી.
• અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરશો

• હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ નોકરીઓ માટે અરજી કરવા માટે દરેક ઉમેદવારે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ https://www.nvmpatan.in પર જઈને ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં પોતે જે પોસ્ટ માટે અરજી કરવાના હોવ તે પોસ્ટની લાયકાત જોઈ લેવી અને પોતે ચકાસી લેવું કે પોતે જે તે પોસ્ટ માટે લાયકાત ધરાવો છો કે નહીં.
• દરેક પોસ્ટ સામે તેના માટે યોજાનાર ઇન્ટર્વ્યુની તારીખ લખેલી જોવા મળશે.
• ઉમેદવારે પોતાને અનુકૂળ પોસ્ટની ઇન્ટર્વ્યુની તારીખ પ્રમાણે સ્થળ પર હાજર રહેવું.
• આ ભરતી માટે ઉમેદવારે તારીખ ૧૭,૧૮ અને ૧૯ જુનના રોજ સવારે ૯:૦૦ વાગે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવું.
• આ ભરતી માટે ઓનલાઇન/ઓફલાઇન કે અન્ય કોઈ પણ પ્રકારે કરવામાં આવેલી અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

ઇન્ટર્વ્યુ માટેનું સ્થળ

શ્રી એન્ડ શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ, ગુજરાત

તારીખ:- ૧૭/૧૮/૧૯ જુન, ૨૦૧૩
સમય:- સવારે ૯:૦૦ કલાકે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *