હિંદુ ધર્મ અનુસાર સંબંધ રાખવાનો યોગ્ય સમય કયો છે?

હિંદુ ધર્મ અનુસાર સંબંધ રાખવાનો યોગ્ય સમય કયો છે?

સેક્સ અંગે તમે જે વિચારો છો, તે વધારે છે. શારીરિક સંબંધો દંપતિને માત્ર આનંદ જ નહીં માનસિક શાંતિ અને શરીરને તાજગી પણ આપે છે. શારીરિક સંબંધો બાંધ્યા બાદ દંપતિના મન પણ પ્રફુલ્લિત રહે છે. સામાન્ય રીતે દંપતિ વચ્ચે શારીરિક સંબંધો રાત્રિના સમયે જ બંધાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સેક્સ માટે દિવસનો સમય સૌથી વધારે શ્રેષ્ઠ ગણાય છે ? જી હાં, સેક્સ સંબંધનો આનંદ જો બમણો કરવો હોય તો તેના માટે ખાણીપીણી અને સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આજે જાણો આયુર્વેદ અનુસાર કયા સમયે શારીરિક સંબંધો બાંધવા ઉત્તમ ગણાય છે.

સૂર્યોદય બાદ

આયુર્વેદ મુજબ મોડી રાતે સેક્સ કરવું યોગ્ય નથી. આયુર્વેદમાં સેક્સ કરવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદય બાદ પરંતુ સવારે 10 વાગ્યાથી પહેલા માનાવમાં આવે છે. ત્યારે સાંજના સમયની વાત કરીએ તો રાતમાં 10 થી 11 વચ્ચે સેક્સને યોગ્ય સમય માનવામાં આવે છે. કારણકે આ સમયે શરીરમાં સૌથી વધારે ઉર્જા હોય છે. સાથે જ આયુર્વેદમાં જમ્યા પછીના બે કલાક બાદ સેક્સની સલાહ આપવામાં આવે છે.

કારણ

આર્યુવેદમાં માનવામાં આવે છે કે આપણું શરીર 7 મૌલિક ધાતુઓથી મળીને બનેલું છે. જેમાથી રસ ધાતુ રક્તનો સફેદ ભાગ હોય છે અને શુક્ર ધાતુ સેક્શુએલ તરલ પદાર્થ હોય છે. જાતીય પ્રવાહી બનવામાં શરીરને ઘણી ઉર્જાની જરૂર હોય છે. શુક્ર ધાતુ રસનો સંશોધિત રૂપ છે. રસના વધારે જાડા રૂપથી ઓજસ બને છે. ઓજસ નવા જીવનનો આધાર છે અને નવી રચના કરવામાં સક્ષમ છે.

સંભોગ માટે આ ઋતુ યોગ્ય

જો વાત કરીએ ઋતુની તો ઠંડી અને વસંતની શરૂઆતમાં સેક્સ માટે યોગ્ય ઋતુ છે. અનેક ભૌતિક સ્થિતિઓને છોડીને વસંત અને ઠંડીના સમયમાં વીકમાં 3 થી 5 વખત સેક્સ કરવું જોઇએ. આમ ન કરવાથી શરીરમાં બની રહેલા ઓજસની બરબાદી થાય છે. ત્યારે ગરમી અને વરસાદમાં ઉર્જા ઓછી હોય છે. જોકે તે દરમિયાન અઠવાડિયામાં 1 થી 2 વખત સેક્સ કરી શકાય છે.

ભૂખ્યા પેટ ન બાંધવા સંબંધ

ભૂખ્યા પેટે સેક્સ ન કરવું જોઇએ. જ્યારે તમે ભૂખ્યા હોવ છો તો વાત અને પિત્ત વધારે હોય છે. સેક્સથી વાત વધે છે. જેથી ભૂખ્યા પેટે સેક્સ કરવાથી માથાનો દુખાવો, ઉલટી અને ગૈસ્ટ્રિક જેવી સમસ્યાઓ થઇ શકે છે. સેક્સ કરતા પહેલા એવા ખાનપાન પસંદ કરો જે રસ અને શુક્ર ધાતુ પોષિત કરે. ઘી, ચાવલ, નારિયેલ જ્યૂસ અને બદામ ફૂડ્સમાં આવે છે.

આનંદ માણ્યા બાદનો સમય

સેક્સ બાદ નાહવું જોઇએ અને આરામદાયક કપડા પહેરવા જોઇએ. ખુલી હવામાં જવું જોઇએ. તેમજ ખાંડથી બનેલું સરબત, સૂપ, ઠંડૂ પાણી પીવું જોઇએ. જેથી શરીર તેની યોગ્ય સ્થિતિમાં આવી જાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *