હિંમતવાળા જુવે આ વીડિયો, હાથી ની સળી કરવી પડી ગઈ ભારે, યુવક ને જીવતો કચડી નાખ્યો

આપને જણાવી દઈએ કે, જાનવરો કે પરની સાથે કારણ વગરની મજાક કે સળી ન કરાય. પરંતુ પ્રાણીઓ ક્યારેક તેમના ખતરનાક મૂળમાં આવી જાય છે અને તે ખુબ જ નુકસાન પહોચાડે છે. જેથી કરીને ખાસ કરીને વિશાળ કદના જાનવરો સાથે આ પ્રકારની મજાક તો કરવી જ નહિ, નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હેરાન થઇ જશો.
ત્યારે હાલમાં એક આવો જ વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોને કદાવર જનાવર હાથી સાથે મજાક કરવી ભારે પડી હતી. હાથી જેવી રીતે આ લોકોની પાછળ પડ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે પ્રાણીઓને હેરાન કરવ કેટલું ભારે પડી શકે છે.
ક્યારેક પ્રાણીઓ પોતાનો રસ્તો ભૂલી જતા હોય છે. અને આ વિડીઓમાં પણ એવું જ બન્યું છે. હાથીઓનું એક ઝુંડ જંગલમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. આ સમય દરમિયાન કેટલાય લોકો પણ એકઠા થઇ જાય છે અને હાથી સાથે મજાક મશ્કરી કરી રહ્યા છે. પરંતુ લોકોને એ વાતની ભાન નથી કે આ કદાવર જાનવર તેમના માટે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે અને થોડા જ સમયમાં આ પ્રકારની મજાક અને મશ્કરી લોકોને ભારે પડી હતી
જંગલોની અંદર તો હવે જાનવરો રહે છે પરંતુ હવે રહેણાંક વિસ્તારોમાં પણ જાનવરો પ્રવેશી રહ્યા છે. જાનવરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા હોય છે.
વિડીઓમાં તમે જોઈ શકો છો કે, હાથીની મશ્કરી કરવામાં આવતા હાથી લોકોની પાછળ દોડવા લાગે છે, જેને કારણે એક વ્યક્તિ રસ્તા પર જ અચાનક પડી જાય છે અને હાથી તેમના પર ચડી જાય છે અને તે વ્યક્તિને કચડી નાખે છે. વિડીઓ જોઇને તમે તો એટલું તો કહી જ શકો કે, પ્રાણીઓ સાથે મજાક કરવું કેટલું ભારે પડી શકે છે.
જાનવરો સાથે ક્યારેય પણ મજાક કરવી જોઈએ નહી, નહિતર પરિણામ ખુબ ગંભીર આવી શકે છે.