હવે તો વરસ! વરસાદે ચોમાસાની પહેલી સીઝનમાં આપી હાથતાળી , ખેડૂતોના પાક સુકાયા, જમીનમાં પાણીના તળ ગયા ઊંડા

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી સર્જાઈ છે. વરસાદે ચોમાસાની પહેલી સીઝનમાં હાથતાળી આપતા હવે ખેડૂતોનો પાક સુકાઇ રહ્યા છે ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ વાવેતર કર્યું હતું પણ વરસાદ ન પડતાં ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.
બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ 30 દિવસ પહેલા આવેલા વરસાદ માં મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું જોકે વાવણીનો હવે મહિનો થવા આવ્યો છે.છતાં મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ પડતાં ખેડૂતોના પાક સુકાઈ રહ્યો છે જોકે જિલ્લામાં આવેલા ત્રણ ડેમના પણ તળિયા ઝાટક હોવાથી પાણી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. જમીનમાં પાણીના તળ ઊંડા ગયા છે..બોર કૂવા બનાવવામાં લાખો ના ખર્ચ થઈ રહ્યા છે.છતાં પાણી મળતું નથી .બોરવેલ ફેઇલ થઈ રહ્યા છે. હવે થોડા દિવસ માં જો વરસાદ નહિ આવેતો ખેડૂતો એ કરેલી વાવણી નિષ્ફળ જઈ શકે છે.મોઘાભાવે વાવણી કરનાર ખેડૂતો બીજીવાર વાવણી કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ રહી નથી જેથી ખેડુતોને ચોમાસુ સિઝન હવે નિષ્ફળ જાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
વરસાદ
જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ આ વર્ષે નહિવત વરસાદ થતાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવો પણ મુશ્કેલ બન્યો છે જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો ની હાલત દયનીય બની છે.જિલ્લા ના વડગામ પાલનપુર દાંતીવાડા ધાનેરા અમીરગઢ જેવા તાલુકાઓ માં પાણી માટે ખુબજ તંગી છે..મોટા ભાગના ખેડૂતો ને સિંચાઇ માટે ચોમાસા માં વરસાદ પડે જેનાથી પાકો તૈયાર થાય તેની રાહ જોતા હોય છે.ત્યારે વરસાદ ના થતા હાલ ખેડૂતો ને પાક માં નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠા માં ચોમાસા સીઝન માં 5 લાખ 46 હજાર હેકટર માં બાજરી જુવાર મગફળી ઘાસચારા સહિત નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.ચોમાસુ સીઝન માં અત્યાર સુધી 28 ટકા વરસાદ થયો છે.જે સરેરાશ કરતા ખૂબ જ ઓછો કહેવાય..ત્યારે હવે આગામી બે ચાર દિવસ દરમ્યાન જો વરસાદ નહિ આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે જો વરસાદ નહિ આવે તો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતો ના પાકો માટે સરકારમાં રિપોર્ટ સુપરત કરવામાં આવશે તેમ ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું હતું..સરકાર દ્વારા ખેડૂતો ની આવક બમણી કરવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ખેડૂતો ના પાક ઉત્પાદનો કઈ રીતે વધે તે માટે સરકાર મથામણ તો કરી રહી છે. પરંતુ ખેડૂતો ને સિંચાઇ માટે પાણી ની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે પણ સરકાર વિચારે તે ખૂબ જરૂરી છે.કારણ કે જો પાણી નહિ હોય તો ખેડૂતો કઈ રીતે પાકો વાવી શકશે..હાલ માં બનાસકાંઠા જિલ્લા માં નહિવત વરસાદ ને લઇ ખેડૂતો માં સતત ચિંતા જોવા મળી રહી છે..મકાઈ..જુવાર ચોમાસુ બાજરી મગફળી જેવા પાકો નું વાવેતર તો કરી દીધું છે .પરંતુ હવે વરસાદ ના થવા થી પાકો સુકાઇ રહ્યા છે.એક બાજુ ડીઝલ ના ભાવ વધતા ખેડાઈ મોંઘી થઈ છે..બિયારણ મોંઘા થયા છે.ત્યારે હવે જો આગામી નજીક ના દિવસોમાં જો વરસાદ નહિ આવે તો ખેડૂતો ની રાત દિવસ કરેલી મહેનત પાણી માં જશે..જેની ચિંતા હાલ ખેડુત ને સતાવી રહી છે.