આગાહી: હવે નહિ પડે વરસાદ || દુષ્કાળ નાં એંધાણ ||

Posted by

ગુજરાતમાં દુષ્કાળના એંધાણ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે..આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે અગાહી કરી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી
આખા રાજ્યના વરશે વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ એરિયા માં ભારે વરસાદ ની આગાહી
સૌરાષ્ટ્ર ના અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ માં પડશે ભારે વરસાદ
બનાસકાંઠા પાટણ સાબરકાંઠા માં પણ માધ્યમ થી ભારે વરસાદની શકયતા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ પડશે…બનાસકાંઠા ,પાટણ, સાબરકાંઠામાં પણ માધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

સૌરષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહયો છે ત્યારે આજે સોમવારથી સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. સોમવારે જન્માષ્ટમીથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

મંગળવાર-બુધવારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદના સંજોગો

ગુજરાતમાં સુસ્ત રહેલું ચોમાસુ ફરી સક્રિય થવાના સંજોગો આજે વધુ ઉજળા બન્યા છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી વરસાદની ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં વધશે અને તા.૩૧ અને ૧ સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *