હવે ઘરે જ બનાવતા શીખો રાજકોટ ની પ્રખ્યાત ચટણી, બે હાથ ચાટતા રહી જશો બનશે એવી ટેસ્ટી

રાજકોટની ચટણીનો એકવાર જો કોઈ ચાખી લે, તો તેનો સ્વાદ જતો નથી. જેના સંબંધીઓ કે મિત્રો રાજકોટ રહેતા હોય તો તેઓ રાજકોટથી સ્પેશિયલ આ ચટણી મંગાવી લેતા હોય છે અને ફ્રીજમાં સ્ટોર કરે છે. ત્યારે એકવાર જો તમે તેને બનાવતા શીખી જશો, તો રાજકોટ મંગાવાની રાહ નહિ જોવી પડે. આ ચટણી એકદમ સહેલાઇથી બની જશે. તો જાણી લો રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રીત.
ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ સિંગદાણાને ૪થી૫ કલાક પલાળી દો. હવે મિક્સરમાં સીંગદાણા, સમારેલા લીલા મરચાં, લીંબુના ફુલ, મીઠું અને હળદર ઉમેરી લો. હવે તેને મિક્સરમાં પીસી લો. તૈયાર છે તમારી ચટણી.. જેને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય. આ ચટણી સુકી જ ૪-૫ મહીના ફ્રિઝમાં સાચવી શકાય. પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સુકી જ વાપરી શકાય અથવા જયારે જેટલી વાપરવી હોય તેટલામાં પાણી કે દહીં ઉમેરીને ગમે ત્યારે વાપરી શકાય.