હાથીયા નક્ષત્રમાં મોટું વાવાઝોડું 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હાથીયા નક્ષત્રમાં મોટું વાવાઝોડું  27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

અમદાવાદમાં સીઝનનો 25 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે

રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ વરસાદની 40 ટકા જેટલી ઘટ છે. જોકે, રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે

અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુ ધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે

રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *